અત્યાર સુધી આપણે યુવક કે પુરુષ દ્વારા મહિલાઓ પર કરવામાં આવતા બળાત્કાર, વિનયભંગની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, પણ ભારતના મધ્યપ્રદેશમાં ગંગા ઉલટી વહી હતી અને આઘાત પહોંચાડે એવી ઘટના સામે આવી રહી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં હાઈકોર્ટે એ પ્રકરણાં સગીર વયના છોકરા સાથે બળજબરી કરવા પ્રકરણે યુવતીને સજા સંભળાવી હતી અને આ પ્રકરણની બધી જ જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. યુવતીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી.
આરોપી યુવતી સગીર વયના છોકરાને ફસાવીને ગુજરાત લઈ ગઈ હતી અને ત્યાં તેની સાથે બળજબરીથી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. પાંચમી નવેમ્બર, 2018ના એક મહિલાએ ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશનમાં દીકરો ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં માતાએ લખાવ્યું હતું કે ત્રીજી નવેમ્બરના ખીર બનાવવા દૂધ લેવા ગયેલો મારો દીકરો હજી સુધી પાછો આવ્યો નથી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે સગીર વયના છોકરાની તપાસ હાથ ધરી હતી. થોડાક દિવસ રહીને પોલીસને એક યુવતી સાથે આ સગીર વયનો છોકરો મળી આવ્યો હતો. પોલીસે છોકરાની પુછપરછ કરી હોઈ આ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
અલ્પવયીન છોકરાએ જણાવ્યું હતું કે રાજસ્થાનની એક 19 વર્ષીય યુવતી મને ફસાવીને ગુજરાતમાં લઈ ગઈ હતી અને ત્યાં મને ટાઈલ્સ બનાવવાના કારખાનામાં નોકરીએ અપાવી. આ દરમિયાન યુવતી મને વારંવાર શારીરિક સંબંધ બાંધવા માટે ફરજ પાડતી હતી. હું ઘરના લોકોનો સંપર્ક ના કરી શકું એટલે યુવતી મોબાઈલ ફોન સતત પોતાની પાસે જ રાખતી હતી.
દરમિયાન પીડિત સગીરના નિવેદનને આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી હતી અને યુવતી વિરુદ્ધ પોક્સો એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. 15મી માર્ચે ઈન્દોર હાઈકોર્ટે આ પ્રકરણે 10 વર્ષની કડક સજા અને ત્રણ હજાર રૂપિયા દંડની સજા ફટકારી હતી. આની સાથે સાથે જ યુવતીને પીડિત સગીરને રૂપિયા 50,000ની નુકસાન ભરપાઈ આપવાનો આદેશ પણ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
ઉલ્ટી ગંગા વહી અહીં તો ભાઈસા’બ…
RELATED ARTICLES