ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
આપણે ત્યાં જાતજાતની વિરોધાભાષી કહેવતો છે જેમ કે ‘જો ડર ગયા વો મર ગયા’ અને ‘સો ગરણે ગાળીને પાણી પીએ’ આમ દરેક કહેવત લોકો પોતાના નિર્ણયને સાચો ઠરાવવામાં વાપરતા
હોય છે.
શૅર કે સ્ટોક માર્કેટમાં રોકાણ એ નથી સાયન્સ કે નથી આર્ટ પણ તે સાયન્સ અને આર્ટનું કોમ્બિનેશન છે. ના તો સ્ટોક માર્કેટમાં સફળ થવા કે એન્ટ્રી લેવા માટે એમબીએ જેવી મોટી મોટી ડિગ્રીની જરૂરત કે નથી પૈસાની બેગની જરૂર, છે તો માત્ર કોમન સેન્સની. આજે જેની બોલબાલા છે તે કંપની કે શૅર આવતા વર્ષોમાં પણ આવું જ સરસ પર્ફોમન્સ આપ્યા કરશે, તેનો આધાર તે કંપનીના મેનેજમેન્ટની ક્વોલિટી કરતા તે કંપની કયા ફિલ્ડમાં છે તે બહુ મહત્ત્વનું છે. આને આનું ઉત્તમ ઉદાહરણ છે અમેરિકાની “વી વર્ક કંપની.
વી વર્ક: વી વર્ક કે જે વીકંપનીના નામે ઓળખાય છે, અને જેનું મુખ્ય કામ છે ‘શૅર અ ઑફિસ રેન્ટલ’નું મતલબ ઑફિસની સુવિધાઓ પૂરી પાડવાનું જેને આપણે પેટા ભાડે કહીએ છીએ કે આપણે જગ્યા ભાડા ઉપર લઇએ અને પછી તેને ભાડે ચડાવી દઇએ.
૨૦૧૦માં અમેરિકામાં સ્થાપિત આ કંપની વિશ્ર્વના ૩૯ દેશોમાં ૭૭૯ લોકેશનમાં સેવાઓ આપે છે. જાન્યુઆરી ૨૦૧૯માં વી વર્ક કંપનીનું માર્કેટ વેલ્યુએશન ૪૭ બિલિયન ડૉલર્સનું હતું અને સપ્ટેમ્બર ૨૦૧૯માં તેનો આઆઇપીઓ લોન્ચ થવાનો હતો અને તેની ફોર્માલિટીઝ પણ પૂર્ણ થઇ ગઇ હતી. ત્યારે જાપનના મસાયોસી સનના વિઝન ફંડે તેમાં સાડા નવ બિલિયન ડૉલર્સનું રોકાણ કયુર્ં પણ અમેરિકન ઇનવેસ્ટમેન્ટ એનાલિસ્ટોએ જણાવ્યું કે વી વર્કના બિઝનેસ મોડલમાં તેઓને આવતા ૫થી ૭ વર્ષ સુધી નફો થવાની શકયતા દેખાતી નથી, તેટલું જ નહીં પણ કંપનીના મેનેજમેન્ટમાં પણ કોર્પોરેટ ગર્વનન્સમાં ખામીઓ છે. રોકાણકારોને વી વર્કના આઇપીઓમાં રોકાણ સામે લાલબતી બતાવતા આઇપીઓ સફળ થવાના ચાન્સીસ ઓછા થવા લાગ્યા અને ૧૫ બિલિયન્સનું કમીટમેન્ટ મેળવવામાં ફેઇલ જતા અંતમાં કંપનીએ આઇપીઓ પાછો ખેંચી લેવો પડ્યો. આના કારણે વી વર્કનું વેલ્યુએશન ૪૭ બિલિયન ડૉલર્સમાંથી ઘટીને ધડામથી ૮ બિલિયન ડૉલર્સ નીચે આવી ગયું અને ૯.૫ બિલિયન ડૉલર્સના રોકાણના માત્ર ૧૫ દિવસમાં જ વીઝાન ફંડએ ૪ બિલિયન ડૉલર્સનો લોસ ચોપડે ઉધારવો પડ્યો!! અંતમાં ઓક્ટોબર ૨૦૨૧માં વી વર્કનો આઇપીઓ ૧૦.૩૮ ડૉલરના ભાવે આવ્યો જ્યારે તેનું માર્કેટ કેપ બિલિયન ડૉલર્સનું હતું. આજે ૨ વર્ષથી ઓછા સમયમાં ૧૦.૩૮ ડૉલરવાળો વી વર્કનો શૅર ૦.૨૧ ડૉલર મતલબ ૨૧પેન્સનો થઇ ગયો છે. એક સમયે વી વર્કનું માર્કેટ કેપ ૪૭ બિલિયન ડૉલર્સનું હતું તે આજે ઘટીને માત્ર ૪૫૩.૨૮ મિલિયન ડૉલર્સનું થઇ ગયેલ છે. વહોટ અ ફોલ! ફેન્સી બિઝનેસ અને અવાસ્તવિક માર્કેટ કેપમાં અંજાઇને રોકાણ કરવામાં ભલભલા રોકાણકારો ભૂલ કરી નાખે છે જેમાં મયાસેસી સન જેવા વેન્ચર ફંડ ઇન્વેસ્ટરનો સમાવેશ થાય છે.
કોઇ નસીબને દોષ નહીં કે કોઇ સીઇઓ કે સલાહકારને જવાબદાર ઠેરવવાનો માસાપોશી સનની સચ્ચાઇથી કબૂલાત કે મારાથી મોટું બ્લન્ડર થઇ ગયું ઓવરકોન્ફિડન્સમાં હતો, કોર્પોરેટ ગવર્નન્સની ચેતવણીની અવગણના કરી અને હવે વી વર્ક કંપનીનો પ્રમોટર એડમ ન્યુમેને તો કંપની ૧.૭ બિલિયનમાં પોતાનો સ્ટોક વેંચીને વી વર્ક સાથે નાતો પૂરો કરી નાખ્યો છે. વી વર્કની નિષ્ફળતાની પરવાહ કર્યા વગર વી વર્કના ફાઉન્ડર એડમ ન્યુમને તેનું નવું વેન્ચર “ફલો નામની રેસિડેન્શિયલ રીઅલ એસ્ટેટ કંપની ચાલુ કરેલ છે અને આજે તેનું માર્કેટ કેપ ૧ બિલિયન ઉપર પહોંચી ગયેલ છે. વી વર્કની નિષ્ફળતાથી ડરીને નાસીપાસ નહીં થવાનું અને તેને માત્ર એક ભૂલ સમજીને લાઇફમાં મૂવ ઓન થવાનું ઉત્તમ ઉદાહરણ. વીઝન ફંડના સનએ આ ઉપરાંતમાં જણાવે છે કે વી વર્કના રોકાણની જેમ ફંડ એ અમેરિકાની ડોગ વોકિંગ કંપની “વેગમાં પણ ૩૦૦ મિલિયન ડૉલર્સનું રોકાણ કરેલ તેમાં પણ મોટો લોસ થયેલ છે.
‘વેગ’નું બિઝનેસ મોડલ એવું છે કે તેમાં મોબાઇલ એપના માધ્યમથી જે લોકોના ઘરે પાલતું શ્ર્વાન હોય છે તેને દિવસમાં એક વખત તો બહાર ખુલ્લામાં લઇ જવો પડતો હોય છે આ એપને ઉબર ફોર ડોગ પણ કહેવાય છે. જેમાં શ્ર્વાન માલિકને સમય ના હોય તો તે મોબાઇલના એપથી વેગનો સંપર્ક કરીને તેના ઘરેથી શ્ર્વાનને લઇને તેને વોક ઉપર લઇ જવા માટે કંપનીના રીપ્રેઝેન્ટેટીવને બોલાવે છે અને તેણે શ્ર્વાનને વોક કરાવવા લઇ જવાનો અને જો રસ્તામાં શ્ર્વાન મળમૂત્ર કરે તો તેને રસ્તામાં સાફ કરવાની ફરજ બજાવવાની હોય છે કારણ કે અમેરિકામાં પાલતુ પ્રાણીનો રસ્તામાં મળમૂત્ર કરે તો તેને સાફ કરવાની ફરજ તેના માલિકની છે નહીં તો મોટી રકમનો દંડ ફટકારવામાં આવે છે.
આવી વેગ કંપનીમાં શું કમાવાનું ભવિષ્ય દેખાયું કે વિઝન ફંડએ ૩૦૦ મિલિયન ડૉલર્સનું રોકાણ કર્યું.
છાપામાં અને સમાચારોમાં વેગ કંપની ખોટા કારણે છવાઇ ગઇ અને તેન વીડિયો પણ આવવા લાગ્યા કે વેગના માણસો શ્ર્વાનને વોક કરાવવાના બદલે તેના ઘરે જ લઇ જતા હતા. તેને એક જગ્યાએ બાંધીને બીયર પીતા ટીવી જોતા હતા. કેટલાક કિસ્સામાં ડોગ હેન્ડલરની બેદરકારીથી ડોગ એકસીડન્ટમાં ઇન્જર્ડ થવાના, મૃત્યુ પામવાના, ખોવાઇ જવાના બનાવો બનતા કંપનીની છાપ ખરાબ થતા વેગ કંપની નુકસાનમાં છે.
સનએ પણ કહે છે કે તેના વિઝન ફંડએ ૮૮ કંપનીઓમાં રોકાણ કરેલ છે તેમાંથી ૩૭ રોકાણમાં નફો છે ૨૨માં ખોટ છે.
આમ સ્ટોક માર્કેટના રોકાણમાં કઇ કંપનીની કઇ સ્ક્રીપમાં રોકાણ કરો છો તે બહુ મહત્ત્વનું છે. દુનિયા બેન્કિંગ અને ફાઇનાન્સ વગર ચાલવાની નથી, પોસ્ટ કોરોના હેલ્થ બધાની પ્રાયોરીટી છે તેથી બધી ફાર્મા કંપનીઓ નહીં પણ આ સેકટરની બેલવેધર કંપનીઓમાં રોકાણ લાભદાયક રહી શકે છે.
રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ગ્રોસરી સાબુ શેમ્પુ પેસ્ટ વગેરે ક્ધઝમશનની ચીજોમાં જે કંપનીઓ હશે અને તેમાં પણ મલ્ટિનેશનલ કંપનીઓની માગ વધારે રહેશે બદલતી સમાજ વ્યવસ્થામાં ડિજિટલાઇઝેશન અને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ એક દવા જેવી જરૂરિયાત છે તેથી આ ફિલ્ડમાં રહેલી વેરી લાર્જટેક કંપનીઓની બોલબાલા રહેવાની છે. ગેસ અને ઇલેકટ્રિક કંપનીઓ અને ઇ વેહિકલની એન્સિલીયરી કંપનીઓ તેના કારણે ડિમાન્ડમાં રહેશે.
આમ સમય સાથે અને જેમાં લિક્વિડિટી અને ઉજજવળ ભવિષ્ય અને સમાજના દરેક વર્ગની જરૂરિયાત જે કંપની સર્વ કરતી હશે તે રોકાણ માટ ઉત્તમ રહેશે. રોકાણમાં કે જીવનમાં થયેલી ભૂલો કે બ્લન્ડર્સને ભૂલી જઇને મૂવ ઓન વીથ ધ ટાઇમ જ તેનું બેસ્ટ સોલ્યુશન છે કારણ કે ‘ઇન્ટેલીજન્ટ ઇન્વેસ્ટર ઇઝ અ રિઆલીસ્ટ વ્હુ સેલ્સ ટુ ઓપટીમિસ્ટસ એન્ડ બાય ફ્રોમ પેસીમીસ્ટસ. લગભગ ૧૦ સપ્તાહ પછી “ઓપીનીયન કોલમ લખતા આનંદ અનુભવું છે. આપ સૌના સહકાર બદલ આભાર.