ટેલિવિઝનની બોલ્ડ અભિનેત્રીમાં સૌથી જાણીતી બની હોય તો તેમાં મોની રોય સહિત અન્ય અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં મૌની રોયના બોલ્ડ લૂકની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. જોકે, આ વખતે બોલ્ડ બનેલી મૌની રોય અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા હોવાનું કહેવાય છે. માન્યામાં આવશે નહીં, પરંતુ ગ્રે અને બ્લેક કલરની બિકિનીમાં કેમેરા સામે પોતાના બોલ્ડ અંદાજને ફ્લોન્ટ કર્યું છે. ગ્રે અને બ્લેક કલરની બિકિનીના કોમ્બિનેશનમાં મૌની રૌયે કિલર પોઝ આપ્યો છે અને સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે. આ કિલર લૂકમાં કેમેરા સામે ફ્લોન્ટ કરતા મૌની રોયે ચાહકો પર જાદુ ચલાવતા જોવા મળી છે અને તેના ફોટોગ્રાફે ખળભળાટ મચાવ્યો છે. મૌની રોયે પોતાના વાળ બાંધ્યા છે, જ્યારે હાથમાં પણ ચાંદીની બંગડીઓ પહેરેલી છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોગ્રાફમાં મૌની રોયે ગ્રે કલરની બ્રામાં જોવા મળે છે, જ્યારે તેની સાથે હેવી સિલ્વર જ્વેલરી પણ પહેરી હતી, જેમાં તેને લખ્યું છે કેઈટ ઈઝ ઓનલી વિથ ધ હાર્ટ ધેટ વન કેન સી રાઈટલીઃ વોટ ઈઝ ઈનવિઝિબલ ટૂ ધ આઈ...
View this post on Instagram
સૌથી મહત્ત્વની વાત એ છે કે ગ્રે એન્ડ બ્લેક બિકિનીમાં જોવા મળતી મૌની રોયના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફમાં છે, જેને કારણે તેનો લૂક પણ ક્લાસિક જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા પછી આ ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થયા છે. અહીં એ જણાવવાનું કે મૌની રોયે લગ્ન કરે એક વર્ષ થયું છે, જેમાં વ્યક્તિગત જિંદગીની સાથે સોશિયલ લાઈફને શેર કરતી રહે છે અને તેના આ અંદાજને લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. આજે આ ફોટોગ્રાફ શેર કર્યા પછી કલાકોમાં લાખો લોકોએ તેને લાઈક કરી છે, જ્યારે હજારો લોકોએ કમેન્ટ કરી હતી. ક્યુકી સાસ ભી કભી બહુ થી હિન્દી સિરિયલથી જાણીતી મૌની રોયે અનેક ફિલ્મો પણ કરી છે, હીરો હિટલર ઈન લવ, ગોલ્ડ અને બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવા પણ કામ કરી ચૂકી છે.