Homeટોપ ન્યૂઝ24 વર્ષથી આ મમ્મી જમતી હતી એક જ પ્લેટમાં, કારણ જાણી ચોંકી...

24 વર્ષથી આ મમ્મી જમતી હતી એક જ પ્લેટમાં, કારણ જાણી ચોંકી જશો…

દુનિયામાં માતાના પ્રેમની તોલે કોઈ જ વસ્તુ કે વ્યક્તિ ના આવી શકે. પોતે ભૂખી રહીને પણ સંતાનોનું પેટ ભરવાનું મહાન કાર્ય માતા જ કરી શકે છે. સંતાનોને ઉછેરવામાં, તેમને સારા સંસ્કારો આપવામાં એક માતાનું સૌથી મોટું યોગદાન હોય છે. માતાના પ્રેમ પર અનેક પુસ્તકો અને કવિતાઓ લખાઈ છે, પણ આજે આપણે જે માતા-પુત્રના પ્રેમની વાત કરવા જઈ રહ્યા છીએ એ સ્ટોરી સાવ જ અનોખી છે અને હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ પણ થઈ રહી છે.

એક માતા છેલ્લાં 24 વર્ષથી એક જ પ્લેટમાં જમતી હતી અને એ પાછળનું કારણ પણ એટલું જ હૃદયસ્પર્શી હતું. પરંતુ દુર્ભાગ્યે માતાના નિધન બાદ દીકરાને આ કારણની જાણ થઈ હતી. વિક્રમ બુદ્ધનેનસ નામની વ્યક્તિએ ટ્વીટર પર માતાના નિધન બાદ આ પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટમાં તેણે તેનો મમ્મી સાથેનો ફોટો અને માતા જે થાળીમાં જમતી હતી એ થાળીનો ફોટો પોસ્ટ કર્યો છે.
પોસ્ટમાં વિક્રમે લખ્યું છે કે આ પ્લેટ મમ્મીની છે. છેલ્લાં 24 વર્ષથી તે આ પ્લેટમાં જમતી હતી. આ એક નાની પ્લેટ છે અને તે આ પ્લેટમાં ખાલી મને અને મારી ભાણેજને જમવાનું આપતી હતી. તેમ જ તે પણ આ પ્લેટમાં જમતી હતી. માતાના નિધન બાદ આ પાછળનું રહસ્ય મને મારી બહેન પાસેથી જાણવા મળ્યું હતું. હું સાતમા ધોરણમાં હતો ત્યારે મને આ પ્લેટ ગિફ્ટ તરીકે મળી હતી. 1999માં આ પ્લેટ મને ગિફ્ટમાં મળી હતી, 24 વર્ષથી મારી માતાએ આ પ્લેટમાં જ જમવાનું રાખ્યું હતું પરંતુ તેણે મને આ વાતની જાણ સુધ્ધા નહીં થવા દીધી… હું મારી મમ્મીને ખૂબ જ જ મિસ કરી રહ્યો છું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular