શર્મનાક! ગર્ભવતી મહિલા સાથે ત્રણ નરાધમે આચર્યું દુષ્કર્મ, હાથમાં ભ્રુણ લઈને SSP ઓફિસ પહોંચી સાસુ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા સાથે ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ તેનું મિસકેરેજ (ગર્ભપાત) થયું હતું. રેપ પીડિતાની સાસુ હાથમાં ભ્રુણ લઈને એસએસપી ઓફિસ પહોંચીને ન્યાયની માગણી કરી હતી.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે મહિલા કામ માટે ખેતરમાં ગઈ હતી. રેપ બાદ મહિલાને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતાં. થોડા સમય બાદ પીડિત મહિલા ઘરે ન પહોંચી તો તેના પરિવારજનો ખેતર પહોંચ્યા હતાં. દરમિયાન તેને પીડિતા ગંભીર હાલતમાં મળી હતી. તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ પીડિતાના બાળકને ડોક્ટરો બચાવી શક્યા નહીં. ડોક્ટરે જણાવ્યું હતું કે દુષ્કર્મ દરમિયાન જ મહિલાના ગર્ભમાં બાળક મરી ગયું હતું.
મહિલાના ન્યાય માટે તેના પરિવારજનો ભટકી રહ્યા છે. પીડિતાની સાસુ આરોપીઓને સજા અપાવવા માટે પ્લાસ્ટિકની બોટલમાં ભ્રુણને લઈને એસએસપી ઓફિસ પહોંચી હતી, જે જોઈને સૌ કોઈ દંગ રહી હતા હતાં. પીડિતાની સાસુએ કહ્યું હતું કે, હું છેલ્લાં ઘણા દિવસથી ફરિયાદ કરી રહી છું કે મારી વહુ સાથે ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો છે. ત્રણ મહિનાનું બાળક તેના પેટમાં હતું. મોઢું બંધ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેને કારણે તે બેહોશ થઈ ગઈ. આ પ્લાસ્ટિકની બોટલમાં બાળકનો મૃતદેહ છે.
આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પીડિત અને આરોપી પક્ષ વચ્ચે ખેતરમાં અળદના પાકને તોડવા અંગે વિવાદ થયો હતો અને ગામમાં બેઠક કરીને સમાધાન પણ કર્યું હતું. જોકે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.