જિવન જરુરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે પાટનગર દિલ્હીમાં સોમવારે મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. મંગળવારથી મધર ડેરીના લિટરદીઠ દૂધ બે રુપિયા મોંઘું થશે. જોકે, ગાયનું દૂધ અને ટોકનવાળું દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઈન્પુટ ખર્ચમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને પાટનગર દિલ્હી અને એનસીઆરમાં બજારમાં દૂધના ભાવમાં બે રુપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. મધર ડેરીએ દિલ્હી એનસીઆરમાં રોજના 30 લાખ લીટર દૂધનો પુરવઠો પૂરો પાડે છે. ફુલ ક્રીમ દૂધનો ભાવ બે રુપિયા વધતા હવે લીટરદીઠ 66 રુપિયાનો ભાવ થશે, જ્યારે ટોન્ડ મિલ્કનો ભાવ બે રુપિયા વધારતા 53 રુપિયા થશે. ડબલ ટોન્ડ દૂધનો ભાવ વધતા 45 રુપિયાના બદલે 47 રુપિયા થશે. જોકે, મધર ડેરીએ દૂધ અને ટોકન (બલ્ક વેંડેડ)ના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.
ખેડૂતો પાસેથી લેવામાં આવનારા દૂધના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, તેથી ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચા દૂધના ભાવમાં પમ ગયા વર્ષની તુલનામાં પણ લગભગ 24 ટકા વધારો થયો છે. ગયા મહિને પણ મધર ડેરીએ દૂધના ભાવમાં વધાર્યો કર્યો હતો.