માતાને બાળક અને કરિયરમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહી શકાય નહીંઃ મુંબઈ હાઈ કોર્ટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મુંબઈ હાઈ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે મહિલાને તેના બાળક અને કરિયરમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહી શરાય નહીં. જજ ભારતી ડાંગરેની સિંગલ બેંચ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં માતાએ પોતાની નવ વર્ષની દીકરી સાથે પોલેન્ડમાં જઈને રહેવાની અનુમતિ માંગી હતી. પુણેની એક ખાનગી કંપનીમાં કામ કરી રહેલી મહિલાને પોલેન્ડમાં એક પ્રોજેક્ટ મળ્યો હતો. જોકે, મહિલાના પતિએ અરજીનો વિરોધ કરીને દાવો કર્યો હતો કે જો બાળક તેનાથી દૂર ગયું તો તે પાછું તેને જોઈ શકશે નહીં. મહિલાનો ઈરાદો પિતા પુત્રીને દૂર કરવાનો હતો.

પહેલા આ સુનાવણી ફેમિલી કોર્ટમાં થઈ હતી અને મહિલાને તેની પુત્રી સાથે પોલેન્ડ શિફ્ટ થવાની મનાઈ કરી હતી. જોકે, મહિલા આ ચુકાદાથી સંતુષ્ટ ન હોવાથી તેણે હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને કોર્ટે જણાવ્યું હતું કે, એક મહિલાને પોતાના બાળક અને કરિયરમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહી શકાય નહીં. મહિલાની કરિયરની સંભાવનાને નકારી શકાય તેમ નથી. દીકરીની કસ્ટડી અત્યાર સુધી તેની માતા પાસે છે તેથી દીકરીની ઉંમરને ધ્યાનમાં રાખતા એ જરૂરી છે કે તે પોતાની માતા સાથે જ રહે. કોર્ટને નથી લાગતું કે એક માતાને નોકરી કરતાં રોકી શકાય, માતા અને પિતા બંનેના હિત વચ્ચે સંતુલન બનાવવું પડશે અને બાળકના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખવું પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.