હરિદ્વાર જિલ્લામાં આવેલા મંગલૌર કોતવાલી વિસ્તારમાં કાળજું કંપાવનારી ઘટના બની છે. દીકરીના લગ્નના 10 દિવસ પહેલા માતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. એટલું જ નહીં દીકરીના લગ્ન માટે બનાવવામાં આવેલા ઘરેણા પણ સાથે લઈ ગઈ હતી. મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં પ્રકાશમાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મહિલાના પતિનું એક વર્ષ પહેલા નિધન થયું હતું. તે ત્રણ બાળકોની માતા છે. તેની મોતી પુત્રીના લગ્ન 14 ડિસેમ્બરના થવાના છે, જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર વધી ગઈ હતી. શનિવારે મહિલા પરિવારને છોડીને ફરાર થઈ હોવાની જાણકારી મળી હતી અને તેનો પ્રેમી પણ ગાયબ હતો. ઘરની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે લાખો રૂપિયા અને ઘરેણા પણ ગુમ થયા હતાં. પોલીસે આ મામલે તપાસ આદરી છે.
મહિલા અને યુવક બંને એક જ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતાં તેથી પોલીસને શંકા છે કે બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હશે.
એક માં ઐસી ભી! દિકરીના લગ્ન પહેલા પ્રેમી સાથે ભાગી માતા
RELATED ARTICLES