હેડિંગ વાંચીને જ મનમાં સવાલ થયો ને કે આખરે કોણ છે આ સેલિબ્રિટી કે જેને લોકોએ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરી છે તો તમારા આ સવાલનો જવાબ છે અબ્દુ રોઝિક. અબ્દુ રિયાલિટી શો બિગ બોસ 16નો એક સ્પર્ધક છે અને શોમાં પણ પોતાની ક્યુટ સ્માઇલ અને હરકતોથી ઘરવાળા લોકોની સાથે સાથે દર્શકોના દિલ જીતી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઇંગ જોરદાર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6.3 મિલિયન ફોલોર્સ છે. 19 વર્ષનો અબ્દુ એટલો બધો ફેમસ છે કે તેનું નામ ગૂગલના મોસ્ટ સર્ચ પર્સનની યાદીમાં આવી ગયું છે. દર વર્ષે ગૂગલ દ્વારા વર્ષના અંતમાં મોસ્ટ સર્ચ પર્સનની યાદી બહાર પાડવામાં આવે છે. 2021માં પણ આવી યાદી બહાર પાડવામાં આવી હતી અને આ વર્ષે આ યાદીમાં અબ્દુ બાજી મારી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસમાં હોસ્ટ સલમાન ખુદ અબ્દુના વખાણ કરતાં થાકતા નથી. અબ્દુએ સાબિત કરી આપ્યું છે કે બિગ બોસમાં વિવાદો કે ઝઘડા કર્યા વિના શાંતિથી બધા સાથે હળીમળીને રહીને પણ ટકી શકાય છે.
ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટી છે આ
RELATED ARTICLES