ગોંડલનું મોરપીંછ: અક્ષર મંદિર

ઇન્ટરવલ

તસવીરની આરપાર -ભાટી એન.

આધ્યાત્મિકતાનો ઓચ્છવ આનંદ માનવમાત્રના તન-મનમાં નવચેતના પોઝિટિવ ભાવ વિશ્ર્વની ઓજસ્વિતાનો દિપક પ્રગટે છે, ગોંડલના રાજવીએ ‘ગુણવંતી નગરી’ બનાવી. અફલાતૂન સિટીનું મોરપીંછ કલગી સમાન બી.એ.પી.એસ. સંસ્થાનું આધ્યાત્મિક નઝરાણું: ‘અક્ષર મંદિર’ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું સ્મૃતિ સ્થાન અક્ષર દેરી અહીં આવેલી છે.
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તથા પ્રગટ બ્રહ્મ
સ્વરૂપ મહંતસ્વામી મહારાજને દિક્ષા આપવામાં આવેલ
તેવું અલૌકિક અનુપમ તીર્થાટનમાં ચારધામનું પુણ્ય મળે છે. (૧) અક્ષર મંદિર (૨) અક્ષર દેરી (૩) અક્ષર દ્વાર (૪) અક્ષર ઘાટ.
આ પુણ્ય ભૂમિ પર ભગવાન સ્વામિનારાયણથી લઈને વર્તમાન ગુરુ સુધી સૌના ચરણારવિંદથી પ્રસાદીભૂત થયેલી આ જગ્યા મંદિરના પરિસરમાં આવતા હરિભક્તોને શાંતિ મળે છે. અક્ષર મંદિરના આદિ મહંત યોગીજી મહારાજે ૪૦ વર્ષ સુધી ભક્તિભાવ કરેલ. બાવન હજાર વારના વિશાળ ફલક પર ફેલાયેલું ભવ્યાતિભવ્ય મંદિર અને તેનું પરિસર વૃક્ષો-ફૂલછોડથી શોભતું સૌને શિતળતા આપે છે. મંદિર પાછળ આવેલ અક્ષર ઘાટમાં સ્નાન કરવાનો અપાર મહિમા છે. રાજકોટ તરફથી પ્રવેશતા વિરાટકાય અક્ષર દ્વાર કલાત્મક ને ટાવરવાળો છે, જે હરિભક્તોનું સુસ્વાગતમ્ કરે છે. તેવી પ્રતીતિ તંતોતંત થાય છે. દ્વારની બરાબર સન્મુખ ઊભા રહેતા શ્ર્વેતરંગનું અક્ષરમંદિર મૌનમાં આચ્છાદિતતા બક્ષે છે. આ મંદિરમાં ઘણાં શિખરો છે અને તેમાં કલાકોતરણી ભવ્ય ને દિવ્ય છે. તેવી જ અક્ષર દેરી આચ્છાભૂખરા પથ્થરમાંથી ને બહુમૂલ્ય બારીક નકશીકામ ઠાસીઠાસીને કરેલ છે. સૌરાષ્ટ્રનું અનુપમ તીર્થધામનો એરિયલ વ્યૂ ડ્રોન કૅમેરાથી લેવામાં આવેલ છે. આ સર્વોત્કૃષ્ઠ નયનરમ્ય દૃશ્ય આપ નિહાળીને ધન્યતા અનુભવો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.