દોહા: કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવ્યું હતું. આ પછી ફ્રાન્સથી લઈને બ્રસેલ્સના રસ્તાઓ પર મોરક્કોના ચાહકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. એક તરફ ફ્રાન્સમાં જીતની ઉજવણી ચાલી રહી હતી તો બીજી તરફ મોરક્કોના ફેન્સે તોફાન મચાવ્યું હતું. મોરક્કો અને ફ્રાન્સના ચાહકો વર્ષે હિંસક અથડામણો થઇ હતી. આ કારણે ફ્રાન્સ અને બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા હતા.
લગભગ ૧૦૦ મોરક્કોન ચાહકોએ બ્રસેલ્સ સાઉથ સ્ટેશન નજીક પોલીસ પર ફટાકડા અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ચાહકો દ્વારા કચરાની થેલીઓ અને કાર્ડબોર્ડ બોક્સને આગ લગાડવામાં આવી હતી. પોલીસે હિંસા રોકવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કેટલાક ચાહકોની અટકાયત પણ કરી હતી. જો કે આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચમાં ફ્રાંસ સામે મળેલી હારને મોરક્કોના ચાહકો સહન કરી શક્યા નહોતા. આ પછી મોરક્કોના ચાહકો બ્રસેલ્સના સાઉથ સ્ટેશન પર એકઠાં થયા અને ભારે હોબાળો મચાવ્યો હતો. મોરક્કોના ચાહકોએ પણ આગચંપી શરૂ કરી દીધી હતી.ઉ પોલીસે કેટલાક મોરક્કોન ચાહકોની પણ ધરપકડ કરી છે. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.
મોરોક્કોના સમર્થકો આ પહેલા પણ બેલ્જિયમમાં હિંસા કરી ચૂક્યા છે. ફિફા વર્લ્ડ કપની ગ્રૂપ મેચમાં મોરક્કોએ બેલ્જિયમને હરાવ્યું હતું. આ પછી બ્રસેલ્સમાં બંને ટીમના પ્રશંસકો વચ્ચે અથડામણ થઈ અને ઘણી હિંસા થઈ હતી. હવે આવી જ સ્થિતિ ફ્રાન્સની રાજધાની પેરિસમાં બની છે.