ગ્લોબલ ફાયનાન્શીયલ સર્વિસની જાયન્ટ કંપની મોર્ગન સ્ટેનલી (Morgan Stanley) ટૂંક સમયમાં ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટી (GIFT City)ના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ખાતે ઓફિસ શરુ કરવા જઈ રહી છે. IFSC ઓથોરિટીએ તાજેતરમાં મોર્ગન સ્ટેનલીને ઓફિસ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આગામી છ મહિનામાં મોર્ગન સ્ટેનલી GIFT સિટી ખાતે કામગીરી શરૂ કરશે.
IFSC ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “વૈશ્વિક ધોરણે બેન્ચમાર્ક્ડ રેગ્યુલેશન્સ, ટેક્સ સર્ટેનિટી અને કમ્પેટીટીવ કોસ્ટ ઓપરેશન બદલ GIFT IFSC મોટા ભાગના વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું સ્થાન બન્યું છે. GIFT IFSCમાં મોર્ગન સ્ટેન્લી દ્વારા ઓફીસની સ્થાપના એ આ વાતની સાક્ષી પુરાવે છે. IFSC ફંડ સેક્ટરમાં વૈશ્વિક માન્યતા મેળવી રહ્યું છે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોર્ગન સ્ટેનલી ગ્લોબલ ફંડ શરૂ કરવા $200 મિલિયનનું યોગદાન આપશે અને ત્યાર બાદ તેમાં સમયાંતરે વધારો કરવામાં આવશે. મોર્ગન સ્ટેન્લીને કારણેને GIFT સિટીને વૈશ્વિક નાણાકીય હબ બનવાના પ્રયાસોને મજબૂત ટેકો મળવાની અપેક્ષા છે.
GIFT સિટી ખાતેની ઓફિસ સ્થાપવા લગભગ 15-20 ફંડ મંજુરીની રાહ જોઈ રહ્યા છે અને IFSC ઓથોરિટી ફાસ્ટ-ટ્રેક મંજૂરીઓ આપી રહી છે.
Morgan Stanley ટૂંક સમયમાં જ GIFT City ખાતે ઓફીસ શરુ કરશે
RELATED ARTICLES