Homeઆમચી મુંબઈUPSCમાં મહારાષ્ટ્રના 70થી વધુ વિદ્યાર્થી પાસઃ સીએમે રુબરુ મળીને આપ્યા અભિનંદન

UPSCમાં મહારાષ્ટ્રના 70થી વધુ વિદ્યાર્થી પાસઃ સીએમે રુબરુ મળીને આપ્યા અભિનંદન

મુંબઈઃ દેશમાં સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં કુલ 933 ઉમેદવાર સફળ થયા છે, જેમાં મહારાષ્ટ્રના 70થી વધુ ઉમેદવારો પણ આ પરીક્ષામાં પાસ થયા છે. પરીક્ષા પાસ કરનારા કુલ ઉમેદવારોમાંથી લગભગ 12 ટકા એકલા મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ડો. કાશ્મીરા સાંખે પ્રથમ અને દેશમાં 25મું સ્થાન મેળવ્યું હતું. યુપીએસસીની મુખ્ય પરીક્ષા 2022નું ફાઈનલ પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર કર્યું હતું. આ પરિણામમાં પ્રથમ 100 ઉમેદવારમાં મહારાષ્ટ્રના સાતથી વધુ ઉમેદવારનો સમાવેશ થાય છે. આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાસ થનારા ઉમેદાવારોને અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષામાં રાજ્યમાંથી પ્રથમ ક્રમાંક મેળવનાર ડો. કાશ્મીરા સાંખેને એકનાથ શિંદે અભિનંદન પાઠવ્યા છે એની સાથે જ તેમણે સફળ ઉમેદવારોના ભવિષ્યમાં પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.

વિદ્યાર્થીઓને આપેલા અભિનંદનના સંદેશમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ભારતીય વહીવટી સેવામાં પ્રવેશવા માટે સખત મહેનત માટે તૈયાર રહેવું પડશે. આ પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન. તેની સફળતામાં તેના પરિવારનો સહકાર પણ મહત્વનો છે. આથી આ સફળ ઉમેદવારોને તેમના પરિવાર સહિત અભિનંદન.

અહીં એ જણાવવાનું કે યુપીએસસીની મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર 2022માં લેવામાં આવી હતી. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોનો જાન્યુઆરી-મે 2023 વચ્ચે ઇન્ટરવ્યૂ લેવામાં લેવામાં આવ્યા હતા. આ પરીક્ષાના પરિણામોમાં પાસ થયેલા 933 ઉમેદવારને સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સેવામાં વિવિધ જગ્યાઓ પર નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે, જેમાં 345 સામાન્ય (ઓપન), 99 આર્થિક રીતે પછાત વર્ગ (EWS), 263 અન્ય પછાત વર્ગ (OBC), 154 અનુસૂચિત જાતિ (SC), 72 અનુસૂચિત જનજાતિ ઉમેદવારનો સમાવેશ થાય છે. કુલ સફળ ઉમેદવારોમાં 41 શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -