ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો! KDMCના 55થી વધુ શિવસેના Corporator શિંદે જૂથમાં થયા સામેલ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો વાગ્યો છે. કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના શિવસેનાના 55થી વધુ નગરસેવક (Corporator) શિંદે જૂથમાં સામેલ થયાં છે. નોંધનીય છે કે થાણે પાલિકા પ્રશાસનના પણ 66 પાર્ષદ શિંદે જૂથમાં સામેલ થયા છે.

શિવસેનાના ભૂતપૂર્વ પ્રધાન અને શિંદે જૂથમાં સામેલ થયેલા વિધાનસભ્ય ગુલાબરાવ પાટીલે દાવો કર્યો છે કે શિવસેનાના 40 વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ હવે પાર્ટીના 12 સાંસદ પણ શિંદે જૂથમાં આવવાની તૈયારી કરી રહ્યા છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એક પછી એક એમ ઉદ્ધવ ઠાકરેને ઝટકા આપી રહ્યા છે. વિધાનસભા બાદ થાણે પાલિકા પ્રશાસન અને હવે કલ્યાણ ડોંબિવલી પાલિકા પ્રશાસનના નગરસેવક શિંદે જૂથમાં સામેલ થઈ રહ્યા હોવાથી શિવસેના પર શિંદેની પકડ મજબૂત બની રહી છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સત્તા નીકળી ગઈ હતી અને એકનાથ શિંદેને રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતાં. હાલમાં ઉદ્ધવ ઠાકરેનો પક્ષ નબળો થઈ રહ્યો છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ રાવ અડસૂલે પક્ષને રાજીનામું આપ્યું છે અને હવે તેઓ શિંદે જૂથમાં સામેલ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.