(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ૧૬ વોર્ડમાં ઓરીનો ચેપ ફેલાયો છે. મુંબઈમાં અત્યાર સુધી ઓરીના ૪૪૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો ૪,૭૯૩ શંકાસ્પદ કેસ નોંધા છે. અત્યાર સુધીમાં ૧૧ બાળકના મુંબઈમાં મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી શંકાસ્પદ કેસનો આંકડો ૧૪,૪૪૦ પર પહોંચી ગયો છે.
મુંબઈમાં ઓરી પર નિયંત્રણ લાવવા માટે મુંબઈ મહાનગર પાલિકા દ્વારા અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. વૅક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. ઓરીનો ભોગ બનેલા અને શંકાસ્પદ કેસ પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઓરીના દર્દી પર પાલિકા સંચાલિત કસ્તુરબા હૉસ્પિટલ સહિત અન્ય સાત હૉસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ હૉસ્પિટલમાં ૩૩૦ પલંગ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
મુંબઈમાં અત્યાર સુધીમાં ૪૪૨ તો સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી ૯૪૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૭ મૃત્યુ થયા છે, જેમાં ૧૧ મુંબઈ, ત્રણ ભિવંડી, બે થાણે મહાનગરપાલિકા, એક વસઈ વિરારનો સમાવેશ થાય છે.
આ દરમિયાન રાજ્યની ટાસ્ક ફોર્સે રાજ્યની જુદી જુદી મેડિકલ કૉલેજમાં ઓરીના દર્દીના નમૂના તપાસ કરવા માટે અત્યાધુનિક લેબોરેટરી ઊભી કરવાનો નિર્ણય લીધો છે. તો ઓરીના નમૂના તપાસ કરવા માટે તમામ સુવિધા ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા હાફકીને કરી છે.
મુંબઈમાં ઓરીથી ૫૦૦થી વધુ દર્દી સાજા થયા
RELATED ARTICLES