નાગાલેન્ડની રાજધાની કોહિમાના માઓ માર્કેટમાં સોમવારે સાંજે લાગેલી ભીષણ આગમાં 200થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સાંજે 5 વાગ્યાની આસપાસ ત્રણ માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમારતમાં લાકડાનું માળખું હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. પોલીસે કહ્યું કે એવી આશંકા છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેને કાબુમાં લેવા માટે લગભગ 20 ફાયર એન્જિનોની મદદ લેવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
નાગાલેન્ડની બજારમાં ભીષણ આગમાં 200થી વધુ દુકાન બળીને ખાક
RELATED ARTICLES