Homeઆપણું ગુજરાતમોરબી દુર્ઘટના: અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતમાં 2જી નવેમ્બરે...

મોરબી દુર્ઘટના: અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતમાં 2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક

મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાથી અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે તે મુશ્કેલ સમયમાં ભારતની સાથે છે. આજે પીએમ મોદી ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળવા માટે મોરબી જશે. આવતીકાલે 2જી નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.
જો બાઈડેને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘જીલ અને હું ભારતમાં પુલ તૂટી પડવાની ઘટનામાં પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આજે અમારું હૃદય ભારતના લોકો સાથે છે. સમગ્ર અમેરિકા ગુજરાતના લોકોના દુઃખમાં તેમની સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ભારતીયોની સાથે ઊભા છીએ.’

“>

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા એક ટ્વિટમાં કહ્યું કે , ‘અમે ભારતના લોકો સાથે ઉભા છીએ જેઓ ગુજરાતમાં પુલ તૂટી પડવાની વિનાશક ઘટનામાં ભોગ બનેલા લોકો માટે શોક વ્યક્ત કરીએ છીએ. અમારું હૃદય તે લોકો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ પ્રભાવિત થયા છે.’

“>

સેક્રેટરી ઓફ સ્ટેટ એન્થની બ્લિંકને જણાવ્યું હતું કે, ‘ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાથી યુનાઇટેડ સ્ટેટ્સ દુઃખમાં છે. અમારું હૃદય ભારતના લોકો સાથે છે અને અમે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સ અમારા ભારતીય સાથીદારોની સાથે છે’
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજ્યભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.

“>

ત્યાર બાદ એક ટ્વિટમાં તેમણે જણાવ્યું કે, 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
પોલીસે આ દુર્ઘટનામાટે કથિત રીતે જવાબદાર 9 લોકો ની ધરપકડ કરી છે. જેમા ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા-પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્ક છે.

RELATED ARTICLES

Most Popular