અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સમયથી ફરાર રહેલા જયસુખભાઈ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી તેમને સબજેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી મોરબીની કોર્ટમાં જયસુખ પટેલે વચગાળાની જામીન માટે અરજી કરી છે. જેમાં તેમના તરફેના વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે, હાઇ કોર્ટ દ્વારા પીડિતોને વળતર ચુકવવા જે આદેશ કરાયો છે. જેના માટે તેઓને બૅંકના કામકાજ માટે બહાર નીકળવું પડે તેમ છે.