Homeઆપણું ગુજરાતમોરબી દુર્ઘટના: FIRમાં ઓરેવા કંપની કે સરકારી અધિકારી નામ નહી, મૃતદેહો પોસ્ટમોર્ટમ...

મોરબી દુર્ઘટના: FIRમાં ઓરેવા કંપની કે સરકારી અધિકારી નામ નહી, મૃતદેહો પોસ્ટમોર્ટમ વગર પરિવારને સોંપી દેવાયા

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં 143 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રીનોવેશન બાદ ઘટનાના ચાર દિવસ પહેલા ખુલ્લો મુકાયેલો બ્રીજ તૂટી પડતા જવાબદાર ઓરેવા કંપની પર સવાલો ઉભા થઇ રહ્યા છે સાથે સાથે સરકારની કાર્યવાહી પર પણ શંકા પડી રહી છે. સરકાર દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદની FIRમાં પુલનું મેઈન્ટેનેન્સ કરતી ઓરેવા કંપની કે માલિકના નામનો કોઈ ઉલ્લેખ જ નથી. સાથે જાણવા છતાં અજાણ બનેલા નગરપાલિકાના અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવ્યા નથી.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃત્યુઆંક 143 પર પહોંચ્યો છે પરંતુ 99 મૃતદેહો પોસ્ટમોર્ટમ કર્યા વગર પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.. સરકાર દ્વારા ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (GR) બહાર પડાયું છે કે, આવી દુર્ઘટનામાં કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં.
ખચોખચ ખારેલો બ્રીજ પડી ભાંગતા 350 લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. નદીમાં પાણી 1૦-12 ફૂટ જેટલું જ પાણી છે. નદીમાં કાદવ ને પથ્થરો પણ મોટી માત્રામાં છે. કેટલા લોકોના મોત ડૂબવાથી થયા? કેટલાના મોત પથરો સાથે અથડતા થયા, કેટલા મોત ગભરામણને કારણે થયા એ જાણી શકાશે નહિ. આ ઉપરાંત બ્રીજના કાટમાળ સાથે અથડતા કેટલા મોત થયા એ જાણવા નહિ મળે. કારણ કે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી.
નવા વર્ષના દિવસે રીનોવેટ થયેલા બ્રીજનું ઉદ્ઘાટન કરવા ઓરેવા ગ્રુપના માલિક જયસુખભાઈ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતાં. ઓરેવા કંપનીના ડિરેક્ટરે ઉદ્ઘાટન વખતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આગામી દસ-પંદર વર્ષ સુધી બ્રિજમાં કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં. પુલ પર જવા માટેની ટીકીટ પર પણ ઓરેવા કંપનીનો લોગો છપાયેલો છે. FIRમાં જેમાં જયસુખભાઈ કે ઓરેવા કંપનીનો કોઈ ઉલ્લેખ નથી.

મોરબી બ્રીજ પર જવાની ટીકીટ

નગરપાલિકા કે વહિવટી તંત્ર પાસેથી કોઇ પણ NoC સર્ટિફીકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મુકી દીધો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા કહી રહ્યા છે કે ઓરેવા કંપનીએ તંત્રને જાણ કર્યા વગર બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું હતું. પરંતુ જર્જરિત હાલતમાં રહેલો ઝૂલતો પુલના રીનોવેશન માટે ઓરેવા ગ્રુપ સાથે નગરપાલિકા એ એગ્રિમેન્ટ કર્યા હતા. 7 માર્ચના રોજ કંપનીને 15 વર્ષ માટે પુલનું સમારકામ, મેન્ટેનન્સ અને અન્ય જવબદારીઓ સોંપવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. ટીકીટના દર પણ નક્કી કરાયા હતા. તો પછી બ્રીજના ઉદ્ઘાટન અંગે નગરપાલિકાને જ જાણ ના હોય એમ કેવી રીતે બને? નગરપાલિકાના અધિકારીઓ સામે ગુનો નથી નોંધાયો.
ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના ભાજપના નેતાઓ સાથે સાથે ગાઢ સંબધ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

 

RELATED ARTICLES

Most Popular