Homeઆપણું ગુજરાતમોરબી દુર્ઘટના, કોણ જવાબદાર?: FSL રીપોર્ટમાંમાં મોટા ઘટસ્ફોટ, રીનોવેશન દરમિયાન કેબલ બદલાયા...

મોરબી દુર્ઘટના, કોણ જવાબદાર?: FSL રીપોર્ટમાંમાં મોટા ઘટસ્ફોટ, રીનોવેશન દરમિયાન કેબલ બદલાયા ન હતા

મોરબીમાં 30 ઓક્ટોબરે બનેલી ગોઝારી ઘટના અંગે કોરેન્સિક સાયન્સ લેબ (FSL)ના રીપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. FSL રીપોર્ટ અનુસાર મેન્ટેનન્સ કંપની દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી. પોલીસે 9 આરોપીની ધપકડ કરી છે. કોર્ટે 4 આરોપીના શનિવાર સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે. કોર્ટમાં ઓરેવા કંપનીના વકીલે આ ઘટનાને એક્ટ ઓફ ગોડ ગણાવતા કહ્યું હતું કે આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, તેથી આ દુર્ઘટના બની છે.
બીજી તરફ સરકારી વકીલ હરસેન્દુ પંચાલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે હાલની તપાસમાં એવું બહાર આવ્યું છે કે સમારકામ વખતે પુલના કેબલ બદલવામાં ના હતા. માત્ર ફ્લોરિંગ જ બદલાયું હતું, ફ્લોરિંગ પણ એલ્યુમિનિયમનું કરાયું હતું. આ ઉપરાંત રીનોવેશનની જવાબદારી જેને સોંપવામાં આવી હતી એ વ્યક્તિઓ આ કામ માટેની લાયકાત ધરાવતા નથી.
ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટ દલીલ કરતા કહ્યું હતું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને રીનોવેશનનું કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે કરવામાં આવ્યું હતું. તેથી તેમને ફરીથી કામ સોંપવામાં આવ્યું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની.
મોરબી પોલીસે પણ કોર્ટ સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. FSL રિપોર્ટમાં જે પ્રમાણે ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. રીનોવેશનના નામે માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા હતા. પેટા કોન્ટ્રાકટ જે કંપનીને અપાયો હતો એના કર્મચારીઓ ટેક્નિકલ ડિગ્રી ધરાવતા નથી. જે મુલાકાતીઓ પુલ પર જતાં હતા તેમાં કોઈને પણ લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા.
સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું કે પોલીસે રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે રિપેરિંગ દરમિયાન પુલના સ્ટ્રક્ચરની મજબૂતાઈ પર કામ કરવામાં આવ્યું નહોતું. બ્રિજના ફલોરિંગમાંથી માત્ર લાકડું કાઢીને એલ્યુમિનિયમની શીટ્સ નાખવામાં આવી હતી. FSL રિપોર્ટ મુજબ જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે FSLની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જે ચાર કેબલ પર પુલ ટકેલો હતો, એને રીનોવેશન દરમિયાન બદલવામાં આવ્યા નહોતા. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવા ફ્લોરિંગ સહિત ખૂબ જ જૂના કેબલ લોકોનું વજન સહન કરી શકતા ન હતા અને વધુપડતા વજનના કારણે કેબલ તૂટી ગયા હતા.
વર્ષ ૨૦૦૭માં ઓરેવા કંપનીએ વિશ્વકર્મા ફેબ્રિકેશનને રીનોવેશન માટે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારે પ્રકાશભાઈ પરમાર પાસે એન્જિનિયરીંગની કોઇ લાયકાત ન હતી, ૨૦૨૨માં દેવ પ્રકાશ ફેબ્રિકેશન કે જેનું સંચાલન પ્રકાશ પરમારના પુત્ર દેવાંગ કરતા હતા જે માત્ર ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. લાયકાત વગરની વ્યક્તિઓને બ્રિજનું કામ સોંપવામાં આવ્યું હતું.
તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે કોઇ પણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ખુલ્લો મુકતા પહેલા ગેરીની મંજૂરી લેવી પડે છે. (ગેરી બ્રિજના ફિટનેસ આપતી સંસ્થા છે, જે વડોદરામાં છે) જે લેવામાં આવી નથી. સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સમય દરમિયાન કેબલને જકડી રાખતી એન્કર પિનની મજબૂતાઈને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. વધુ વજનના કારણે પુલના દરબારગઢ છેડે આવેલી એન્કર પિન ઊખડી ગઈ હતી અને પુલ એક તરફ ઝૂકીને નદીમાં પડી ગયો હતો.

RELATED ARTICLES

Most Popular