Homeઆપણું ગુજરાતમોરબી પુલ દુર્ઘટના! બેદરકારી બદલ જવાબદાર કંપની સામે ગુનો દાખલ, 142ના મોત

મોરબી પુલ દુર્ઘટના! બેદરકારી બદલ જવાબદાર કંપની સામે ગુનો દાખલ, 142ના મોત

રવિવારે સાંજે મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટનાને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ગરકાવ થઇ ગયું છે. મળતી માહિતી મુજબ મૃત્યુ આંક 142 એ પહોંચ્યો છે જેમાં 40થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. બચવા કાર્ય હજુ ચાલુ છે. ઝૂલતો પુલ તૂટતાં 350 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. હજુ પણ કેટલાક લોકો લાપતા છે. ગત રાતથી NDRF, SDRF, નેવી-એરફોર્મ-આર્મીના જવાનો કામે લાગ્યા છે. સાથે સ્થાનિક સંસ્થાઓ અને નાગરીકો પણ લોકોના જીવ બચાવવા ભારે જહેમત કરી રહ્યા છે. મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઘાયલોથી ભરાઈ ગઈ છે. જીલ્લા કલેકટર દ્વારા કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે
આ ગોઝારી દુર્ઘટના અંગે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા જવાબદાર કંપની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કસૂરવારો સામે આઇપીસીની કલમ 304, 308 હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વરા 5 સભ્યોની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

“>

જાણકારી અનુસાર આ બ્રીજની દેખભાળ, ટીકીટ કલેક્શન, સફાઈ, સુરક્ષા વ્યવસ્થા માટે ઓરેવા ગ્રુપને 15 વર્ષ માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. બે વર્ષ પહેલા રીનોવેશન માટે આ પુલ બંધ કરાયો હતો. દુર્ઘટનાના ચાર દિવસ પહેલા નવા વર્ષના દિવસે ફરીથી બ્રીજ લોકો માટે ખુલો મુકાયો હતો પરંતુ કોઈ પણ પ્રકારની સુરક્ષા પરીક્ષણ કરાયું ન હતું. નવાઈની વાત તો એ છે કે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ જાણ કરવામાં આવી ના હતી જેથી નગર પાલિકા દ્વારા પણ કોઈ તપાસ થઇ ન હતી. બ્રીજની ક્ષમતા 100 લોકોની હોવા છતાં તહેવારમાં કમાણી કરવા 500 લોકોને ટિકિટ અપાઈ હતી.
હજી સુધી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી સત્તાવાર રીતે 142 લોકોના મૃત્યુ થયા છે.
ઓરેવા કંપની સામે અને તેના સંચાલકો સામે હાલ આ ગંભીર બેદરકારી બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે ઝૂલતો પુલ ફરીથી શરુ થયો છે એ વાત સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોમાં છપાઈ હતી તો પણ નગરપાલિકાને જાણ ના થઇ? અને જાણ હોય તો મંજુરી વગર ચાલુ કરાયેલો બ્રીજ સમયસર બંધ કેમના કરાવાયો? જવાબદાર અધિકારીઓ સામે શું પગલા લેવાશે?

RELATED ARTICLES

Most Popular