ગત વર્ષના ઓક્ટોબરમાં 135 લોકોના જીવ લેનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે શુક્રવારે મોરબી પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. મોરબીની સેશન્સ કોર્ટ સમક્ષ પોલીસે 1262 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં કુલ 10 આરોપીના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. જયસુખ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમણે આગોતરા જમીન અરજી કરી છે.
ચાર્જશીટમાં આરોપીઓ પર આઈપીસી કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 10 આરોપીઓમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામ આવી છે. જયારે મુખ્ય આરોપી જયસુખ પટેલ હજુ પોલીસની પકડથી બહાર છે. જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે. જેની સુનવણી 1લી ફેબ્રુઆરીના રોજ થવાની છે.
બે દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટ મોરબી બ્રિજ તૂટી પડવાના ભોગ બનેલા લોકોને વળતર ચૂકવવાની ઓરેવા ગ્રૂપની ઓફર સાથે સંમત થઇ હતી. સાથે કોર્ટે એવું પણ કહ્યું જતું કે વળતર ચુકવવા તમે જવાબદારીમાંથી મુક્ત થઇ જતા નથી.
ગત વર્ષે દિવાળી બાદ 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરીકના મોત થયા હતા. પુલના સમારકામની જવાબદારી જેને લીધી હતી એ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ ત્યારથી ગાયબ છે. કોર્ટે જયસુખ પટેલ અને વહીવટી તંત્ર વચ્ચે સાંઠગાંઠ હોવાના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઘટનાના ત્રણ મહિના થવા આવ્યા છે છતાં હજુ જયસુખ પટેલ ફરાર છે ત્યારે પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉદભવી રહ્યા છે.
મોરબી પુલ દુર્ઘટના: 1,262 પાનાની ચાર્જશીટ દાખલ, જયસુખ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે સામેલ
RELATED ARTICLES