Homeટોપ ન્યૂઝMorbi Bridge collapse: સામે આવ્યા દુર્ઘટનાના CCTV દ્રશ્યો, જુઓ વિડીયો

Morbi Bridge collapse: સામે આવ્યા દુર્ઘટનાના CCTV દ્રશ્યો, જુઓ વિડીયો

મોરબીમાં રવિવારે મોડી સાંજે બનેલી દુર્ઘટને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. આ ઘટનાના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં બ્રીજ માણસોથી ખચાખચ ભરેલો દેખાઈ રહ્યો છે. લોકો બ્રીજ પર ફોટો પડાવી રહ્યા હતા, કેબલથી બાંધેલો બ્રીજ હાલકડોલક થઇ રહ્યો હતો ત્યારે અચાનક બ્રીજ તૂટી પડ્યો હતો અને અનેક લોકો એક સાથે નદીમાં ખાબક્યા હતા. જુઓ વિડીયો

મળતી માહિતી મુજબ મૃત્યુ આંક 142 એ પહોંચ્યો છે જેમાં 40થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. બચવા કાર્ય હજુ ચાલુ છે. ઝૂલતો પુલ તૂટતાં 350 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. હજુ પણ કેટલાક લોકો લાપતા છે. ગત રાતથી NDRF, SDRF, નેવી-એરફોર્મ-આર્મીના જવાનો કામે લાગી છે. સાથે સ્થાનિક સંસ્થાઓ અને નાકારીકો પણ લોકોનો જીવ બચાવવા ભારે જહેમત કરી રહ્યા છે. મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઘાયલોથી ભરાઈ ગઈ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Most Popular