Homeઆપણું ગુજરાતમોરબી: નદીમાં કૂદીને લોકોના જીવ બચાવનાર કાંતિલાલ અમૃતિયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા

મોરબી: નદીમાં કૂદીને લોકોના જીવ બચાવનાર કાંતિલાલ અમૃતિયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા

ગુજરાતમાં ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ચુક્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં દિગ્ગજોને પડતા મુકવામાં આવ્યા છે. મોરબી વિધાનસભા બેઠક પર હાલના વિધાનસભ્ય અને પ્રધાન બ્રિજેશ મેરાજાની ટીકીટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ ભાજપે મોરબીના પૂર્વ વિધાનસભ્ય કાંતિલાલ અમૃતિયાને પણ ટિકિટ આપીને ચૂંટણીમાં ઉતાર્યા છે.
ભાજપે કાંતિલાલ અમૃતિયાને મોરબી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે મોરબીની ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટના ઘટી ત્યારે કાંતિલાલ અમૃતિયા જાતે જ લોકોનો જીવ બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું. દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર પહોંચે એ પહેલાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સ્થળ પર પહોંચી પાણીમાં કુદી પડ્યા હતા. 1969માં વિનાશકારી મચ્છુ હોનારત વખતે પણ યુવાન કાંતિલાલે પીડિતોના પુનર્વસન માટે સેવા આપી હતી.
વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાની પરિસ્થિતિનો તાગ પણ કાંતિલાલ પાસેથી મેળવ્યો હતો. મોરબીની જનતામાં પણ બ્રિજેશ મેરેજા પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની માંગ હતી કે મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયાને ટીકીટ મળે.
મોરબીના પૂર્વ વિધાનસભ્ય કાંતિલાલ અમૃતિયા વડપ્રધાન મોદીના નજીક માનવામાં આવે છે આ ઉપરાંત કડવા પાટીદાર સમાજમાં પ્રભાવ ધરાવે છે. ત્યારે તેમને ટીકીટ આપી મોરબીની જનતાની નારાજગી દૂર કરવા ભાજપે પ્રયાસ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular