માસિક પાસધારકોને વધુ 14 ટ્રેનોમાં મુસાફરી માટે મંજૂરી અપાઈ, લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ શરૂ કરાયા

આપણું ગુજરાત

પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં મંથલી સિઝન ટિકિટ ધારકો (MST)ને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને માસિક પાસધારક મુસાફરોની સુવિધામાં વધારો થશે. જોકે નિયત ટ્રેનો સિવાયની ટ્રેનમાં મુસાફરી કરતા જણાશે તો તેને ટિકિટ વગરના ગણી તેમની પાસેથી નિયમ મુજબ ચાર્જ લેવામાં આવશે.

મંથલી સિઝન ટિકિટ(MST) ધારકો હવે આ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી શકશે:

• સોમનાથ – જબલપુર એક્સપ્રેસમાં રાજકોટ અને અમદાવાદ વચ્ચે.
• અમદાવાદ – ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં અમદાવાદ અને બરોડા વચ્ચે.
• બાંદ્રા ટર્મિનસ – ભાવનગર એક્સપ્રેસમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે.
• સાબરમતી – જોધપુર એક્સપ્રેસમાં સાબરમતી અને ભીલડી વચ્ચે.
• મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર એક્સપ્રેસમાં અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે.
• વલસાડ – અમદાવાદ એક્સપ્રેસમાં વલસાડ અને અમદાવાદ વચ્ચે.
• અમદાવાદ – સોમનાથ એક્સપ્રેસમાં અમદાવાદ અને સોમનાથ વચ્ચે.
• બાંદ્રા ટર્મિનસ – વેરાવળ એક્સપ્રેસમાં અમદાવાદ અને રાજકોટ વચ્ચે.
• ઓખા – પુરી એક્સપ્રેસમાં પશ્ચિમ રેલવેની હદમાં.
• અમદાવાદ – પુણે એક્સપ્રેસમાં પશ્ચિમ રેલવેની હદમાં.
• મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસમાં મુંબઈ – અમદાવાદ વચ્ચે.
• બાંદ્રા ટર્મિનસ – ભુજ એક્સપ્રેસમાં બાંદ્રા – ભુજ વચ્ચે.
• સાબરમતી – જોધપુર એક્સપ્રેસમાં પાલનપુર અને સાબરમતી વચ્ચે.
• જોધપુર – પાલનપુર એક્સપ્રેસમાં ભીલડી અને પાલનપુર વચ્ચે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીગ્રામ-બોટાદ વચ્ચેના 6 સ્ટેશનો ગાંધીગ્રામ, વસ્ત્રાપુર, સરખેજ, બાવળા, ધોળકા અને ધંધુકા પર રેલવે ટિકિટ રિઝર્વેશન (PRS) સુવિધા પુનઃ શરુ કરવામાં આવી છે. ગાંધીગ્રામ-બોટાદ રેલ ખંડ વચ્ચે ગેજ કન્વર્ઝનના કામને કારણે ઉપરોક્ત સ્ટેશનો પર રિઝર્વેશન સુવિધા હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે આ રેલ ખંડ પર ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થયા બાદ આ સ્ટેશનો પર રિઝર્વેશન સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.