ઑગસ્ટ મહિનાનું રાશિફળ

સ્પેશિયલ ફિચર્સ

ઑગસ્ટ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર જેવા અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે. જ્યોતિષની દ્રષ્ટિએ તમારો ઑગસ્ટ મહિનો કેવો જશે એ જાણી લો
મેષ રાશિ
કામ પ્રત્યેના તમારા સમર્પણને કારણે તમે નવી ઊંચાઇઓ પર પહોંચશો. સામાજિક કાર્યોમાં તમારો સમય પસાર થશે. ઘરના નાના મોટા બધાનો તમને સાથ અને સહકાર મળશે. અટકેલા કામો પૂરા થશે. પરિવારજનો સાથેના સંબંધો મધુર રહેશે. વધુ પડતા કામઢા સ્વભાવને કારણે ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું આવી શકે છે. મગજને શાંત રાખીને કામ કરવાની કોશિશ કરજો.
વૃષભ રાશિ
ટૂંક સમયમાં તમને નવી વ્યવસાયિક તકો મળશે. દરેક સાથે આદર અને નમ્રતાભર્યો વ્યવહાર રાખવો ફાયદામાં રહેશે. પારિવારિક ગેરસમજણ દૂર થશે. ઘરના રિનોવેશનને લગતા કામકાજ ચાલુ થઇ શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાઇ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. સ્વાસ્થ્યસંબંધી ચિંતાઓ રહે.
મિથુન રાશિ
બિનજરૂરી ખર્ચાઓને કારણે પરેશાનીનો સામનો કરવો પડે. તમારા કરેલા કામનું યોગ્ય ફળ તમને મળશે. સમાજમાં તમારી પ્રશંસા થશે. તમે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરશો અને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢશો. મિલકત સંબંધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. નવુ ઘર ખરીદવાના યોગ છે. જો તમે પ્રેમમાં છો તો તમારા સંબંધો નવી ઊંચાઇએ પહોંચશે.
કર્ક રાશિ
પરિવાર સાથે આનંદ અને ખુશીમાં સમય પસાર થશે. ભવિષ્યને લગતી યોજનાઓમાં રોકાણ કરવા માટે યોગ્ય સમય છે. ઘરને લગતી વસ્તુની ખરીદી કરશો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઇ પણ નવું કામ હાલમાં શરૂ કરવું નહીં. આળસના કારણે કામ અધૂરા છોડવા નહીં. મુસાફરીની સંભાવનાઓ છે, જે તમારી કારકિર્દીના નવા દરવાજા ખોલી શકે છે.
સિંહ રાશિ
તમારા વિચારોને અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે. તમારા લક્ષ્યો હાંસલ કરી શકશો. સામાજિક અને ધાર્મિક કામમાં સમય પસાર થવાથી માનસિક શાંતિ મળશે. કોઇ અશુભ સમાચાર જાણવા મળી શકે છે. વ્યવસાયને લગતા મહત્વના નિર્ણયો લેવાય. પારિવારિક ચિંતા રહ્યા કરે. વધારે ભાગદોડને કારણે થાક અને તણાવ રહે.
કન્યા રાશિ
તમારા સાથી અને સહકાર્યકરોનો સહકાર મળી રહેશે. પરિવાર સાથએ સમય વ્યતીત કરી શકશો. ઘરનું વાતાવરણ પણ આનંદિત રહે. જમીન વિવાદનો ઉકેલ આવે. પ્રોપર્ટીને લગતા કામ હાલ પુરતા ટાળવા યોગ્ય રહેશે. મુશ્કેલી આવે ત્યારે પરિવારના સભ્યો જ કામમાં આવશે. પરિવારની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.
તુલા રાશિ
મનમાં ભરીને રાખવા કરતા તમારી સમસ્યા તમારા પાર્ટનરને જણાવી હળવા થઇ જાવ. તમારી ઇચ્છા બીજા પર થોપો નહીં. જો તમે કુટુંબ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને ગુડ ન્યુઝ મળી શકે છે. તમારો કોઇ ખાસ વ્યક્તિ તમારા કામથી તમને ભટકાવી શકે છે. વ્યવસાયિક દ્દષ્ટિએ સમય અનુકૂળ રહેશે. દાંપત્યજીવનમાં માધુર્ય જળવાઇ રહેશે.
વૃશ્ચિક રાશિ
આ મહિને તમને અનેક તક મળશે. અટવાયેલા કામો પૂરા થશે. નોકરી અને ગૃહજીવન વચ્ચે સંતુલન સાધવું પડશે. તમારી પાસેથી વધુ કામની અપેક્ષા રાખવામાં આવશે. નકારાત્મક લોકોની સલાહ પર વિશ્વાસ કરતા પહેલા દસ વાર વિચાર કરો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાવાની શક્યતા છે. આર્થિક વ્યવહાર ટાળો.
ધનુ રાશિ
સંબંધોને સંતુલિત રાખવા માટે કેટલાક ફેરફારો અને છૂટછાટ જરૂરી છે. તમારા પરિવારો અને મિત્રો સાથે વાતચીતમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો. તમને ચોક્કસ સફળતા મળશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે. આવક વધવાની સાથે ખર્ચમાં પણ વધારો થશે, જેને કારણે બચત કરવી શક્ય નહીં રહે.
મકર રાશિ
ક્યારેક કોઇ કામમા વિઘ્ન આવવાથી નિરાશાનો અનુભવ થઇ શકે, પરંતુ હિંમત નહીં હારો અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધશો તો સફળતા નક્કી જ છે. પારિવારિક સુખાકારી જળવાઇ રહે. સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઇ સાથએ ખરાબ ભાષામાં વાત કરવી નહીં. મિત્રો, પરિવારજનો પર આધાર રાખવાથી નિરાશ નહીં થવું પડે.
કુંભ રાશિ
તમારા અને પરિવારજનો માટે ખુશીનો સમય રહેશે. વ્યવસાયિક જીવનમાં આત્મવિશ્વાસભેર નિર્ણય લઇ શકશો અને આગળ વધી શકશો. સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશો. પ્રભાવશઆળી લોકો સાથે સમય પસાર કરવાની તક મળે. સંબંધોને લઇને મનમાં શંકા અને નિરાશાની સ્થિતિ ઊભી થઇ શકે જેનું નિવારણ કરવું.
મીન રાશિ
આ આખો મહિનો ખૂબ જ સુખદ અને સફળતા આપનાર રહેશે. પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર મળે. કુંવારાઓના લગ્ન થઇ શકે છે. પગ અને કમરના ધુખઆવાની સમસ્યા થઇ શકે છે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાનું ટાળો. પતિ-પત્ની વચ્ચેનો તાલમેલ સારો રહેશે. સંતાનોની ચિંતા રહે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.