વાહ! આ વખતે મન મૂકીને ગરબા માણવા મળશે, ચોમાસું ૧૫ દિવસ જલદી વિદાય લેશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સતત વરસાદ ચાલુ જ રહ્યો છે. હાલ મુંબઈમાં જોકે વરસાદે થોડો વિરામ લીધો છે. ત્યારે આ વખતે ચોમાસું લગભગ ૧૫ દિવસ જલદી વિદાય લેશે એવું હવામાન ખાતાએ કહ્યું છે.

હાલ રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ફરી એક વખત વરસાદ એન્ટ્રી કરે એવી આગાહી પણ હવામાન ખાતાએ કરી છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. રાજ્યમાં હાલ સમાધાનકારક વરસાદ પડ્યો છે. તેથી અનેક જિલ્લાઓમાં નદી, નહેરો ભરેલા છે. અનેક જિલ્લાઓમાં પૂર આવ્યા હતા. જોકે હવે ઑગસ્ટ મહિનો પૂરો થ્ાવાનો છે અને સપ્ટેમ્બર શરૂ થવાનો છે ત્યારે પહેલા અઠવાડિયાથી વિદાય લેવાની શરૂઆત કરશે. સામાન્ય રીતે ૩૦ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે, પણ આ વર્ષે ચોમાસું જલદી વિદાય લેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.