મુંબઈઃ રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં સરાસરી કરતાં વધારે વરસાદ પડ્યો હોવાને કારણે દુકાળની પરિસ્થિતિ ઉદ્ભવી નહોતી. દરમિયાન મહારાષ્ટ્રમાં હંમેશા પૂરની પરિસ્થિતિ સર્જાય એટલો મુશળધાર વરસાદ પડતો હતો. પરંતુ આ વર્ષે ક્ષમતા કરતાં ઓછો વરસાદ પડશે, એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં સળંગ ત્રણ વર્ષ સારો મોન્સૂન જોવા મળ્યા બાદ લા નીના ચક્રવાત હવે વિદાય લઈ રહ્યું છે. આગામી ત્રણ મહિના એટલે કે 15મી ફેબ્રુઆરીથી 15મી એપ્રિલ સુધી એનસો-ન્યુટ્રલ સ્થિતિ રહે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકન સંસ્થાન નેશનલ ઓશિનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને આપેલી માહિતી અનુસાર મે-જુલાઈ દરમિયાન અલ નીનોની સ્થિતિ કાયમ રહી શકે છે અને આ જ સમયગાળા દરમિયાન જૂનમાં મોન્સૂન દાખલ થાય છે.
જૂનથી સપ્ટેમ્બરનો સમગાળા દરમિયાન ચોમાસું હોય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અલ નીનો વર્ષમાં દુકાળની શક્યતા 60 ટકા અને સરાસરી કરતાં ઓછા વરસાદની શક્યતા 30 ટકા અને સરેરાશ વરસાદની શક્યતા 10 ટકા જેટલી જ છે.
26 વર્ષમાં 5 વખત અલ નીનો સ્થિતિ રહી છે અને તેમાં ચાર વખત દેશમાં દુકાળ પડ્યો હતો. 2002માં ભારતમાં 80 ટકા, 2009માં 78 ટકા વરસાદ પડ્યો હતો. દરમિયાન અલ નીનોની અસર આગામી 9 મહિના સુધી જોવા મળશે. 2004, 20009, 2014 અને 2018નો અંદાજ પણ 2023 જેવો જ છે. આ કારણે ભૂતકાળમાં જે રીતે દુકાળ પડ્યો છે એ જ રીતે 2023માં પણ દુકાળ પડે એવી આગાહી કરવામાં આવી છે.
મોન્સૂન માટે હવામાન ખાતા દ્વારા કરી આવી આગાહી!
RELATED ARTICLES