ઠેર ઠેર કમોસમી વરસાદ: વડોદરામાં વીજળી પડતા એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી માવઠાનાં માહોલ વચ્ચે સતત ત્રીજા દિવસે પણ અનેક ઠેકાણે ગાજવીજ સાથે માવઠું વરસ્યું હતું જ્યારે કેટલાક સ્થળોએ કરાનો વરસાદ થયો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લતીપુર ગામમાં ખેતરમાં વીજળી પડતા ખેડૂતનું મોત થયું હતું. રાજ્યમાં કચ્છ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, ડાંગ, અરવલ્લી સહિતના જિલ્લાઓ માવઠાથી પલળ્યા હતા.
રાજ્યમાં વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સની અસર તળે એક અઠવાડિયાથી ઉનાળો અને ચોમાસુંની મિક્સ મોસમ સર્જાયા બાદ ગત બુધવારથી જ કેટલાક ઠેકાણે છુટાછવાયાં ઝાપટાં શરૂ થયાં બાદ આજે શુક્રવારે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધુમ્મસવાળુ વાતાવરણ સર્જાતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. દાહોદમાં શુક્રવારે સવારે ગાજવીજ થવા લાગી હતી અને જાણે શ્રાવણ મહિનામાં ભરચોમાસે થાય તેવી વીજળીના કડાકા થતા ભારે આશ્ર્ચર્ય સર્જાયુ હતું. આ ઉપરાંત દેવગઢ બારિયા, ધાનપુરમાં પણ વરસાદ વરસ્યો હતો. દરમિયાન વડોદરા શહેરના વાતાવરણમાં બપોરે અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં. ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યાં હતાં. જ્યારે વીજળી પડતા એકનું મોત થયું હતું. રાજ્યમાં શુક્રવારની સાંજ સુધી પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, ડાંગ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, ગાંધીનગર, નર્મદા અને પંચમહાલ જિલ્લાના ૨૪ થી વધુ તાલુકાઓમાં કમોમસી વરસાદ વરસ્યો હતો. આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા અડઘા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન શુક્રવારની બપોરે ભુજ, અંજાર-ગાંધીધામથી લઈ છેક બંદરીય માંડવી આસપાસના અનેક ગામોમાં ડરામણી મેઘગર્જનાઓ સાથે કમોસમી કરા વરસતા સર્વત્ર અષાઢી વાતાવરણ બની જવા પામ્યું છે.
ગાંધીધામમાં આશરે પા કલાક સુધી હળવું ઝાપટું વરસ્યું હતું જયારે અંજાર અને આસપાસના ખેડોઈ સહિતના ગામોમાં પણ કરા વરસવાના અહેવાલો મળ્યા છે.ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં ભરબપોરના ત્રણ વાગ્યે પણ જાણે સાંજના સાત વાગ્યા હોય તેવો અંધારિયો માહોલ સર્જાયા બાદ સતત એક કલાકની મેઘગર્જનાઓ બાદ વંટોળિયા સાથે વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીંજાયા હતા. ઉ