Monkeypoxનો કહેર! કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશમાં કોરોના બાદ હવે મંકીપોક્સનો પ્રકોપ ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે એટલે કે સોમવારે મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ થઈ છે. વિદેશથી કેરળના કુન્નુર પહોંચેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેને પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગે જણાવ્યાનુસાર દુબઈથી કેરળ આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની તબિયત સારી છે. નોંધનીય છે કે ગુરુવારે દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ આવ્યા બાદ કેરળમાં કેન્દ્રની ટીમ મોકલવામાં આવી હતી.
સરકારી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે જે દેશમાં છેલ્લાં 21 દિવસમાં મંકીપોક્સના કેસ સામે આવ્યા છે ત્યાંથી પાછા આવેલા પ્રવાસીઓને તાવ, માથાનો દુખાવો, શરીરમાં દર્દ, માસપેશીમાં દર્દ, ગળામાં દુખાવો જેવા અન્ય લક્ષણ ધરાવતા લોકોને એરપોર્ટ પરના હેલ્પ ડેસ્ક સાથે સંપર્ક સાધવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત મંકીપોક્સના લક્ષણો ધરાવતા લોકોને 21 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.