મંકીપોક્સનો પહેલો કેસ મળ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, કેરળના પાંચ જિલ્લામાં હાઈ એલર્ટ અને જાહેર કરી નવી ગાઈડલાઈન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દુનિયાભરમાં મંકીપોક્સનો આતંક ફેલાયેલો છે ત્યારે ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોકલવામાં આવેલી ચાર એક્સપર્ટની ટીમ કેરળમાં છે, જ્યાં 35 વર્ષની વ્યક્તિ વિદેશથી યાત્રા કરીને પાછી આવ્યા બાદ મંકીપોક્સ વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ થઈ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન અનુસાર મંકીપોક્સના કેસમાં જીનોમ સિક્વન્સિંગ અથવા આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ કન્ફર્મ માનવામાં આવશે. ભારતમાં મંકીપોક્સની તપાસ માટે 15 લેબ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરદીને 21 દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. એક હાઈ લેવલ મીટિંગ બાદ કેરળના પાંચ જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિત્તા, અલપ્પુઝા અને કોટ્ટાયમનો સમાવેશ થાય છે, કારણ કે આ જિલ્લાના લોકોએ સંક્રમિત વ્યક્તિ સાથે 12 જુલાઈના રોજ શારજાહ-તિરુવનંતપુરમ ફ્લાઈટમાં પ્રવાસ કર્યો હતો.

કેરળના આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે સંક્રમિત વ્યક્તિની બાજુમાં બેસનારા 11 લોકો હાઈ રિસ્કની યાદીમાં છે. આ ઉપરાંત દરદીના માતા-પિતા, રિક્ષાચાલક, ટેક્સી ડ્રાઈવર અને ખાનગી હોસ્પિટલના સ્કીન ડોક્ટરનો સમાવેશ થાય છે. શંકાસ્પદ વ્યક્તિને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે અને તેમને તાવ અથવા અન્ય લક્ષણો દેખાય તો તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.