મુંબઈઃ મની લોન્ડરિંગના કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ લેવામાં આવતું હતું ત્યારે વધુ એક અભિનેત્રી કમ મોડલ ઈડીના સકંજામાં આવી છે. જીએસટી ઈન્સ્પેક્ટરથી અભિનેત્રી બનેલી કૃતિ વર્મા મની લોન્ડરિંગના કેસ (264 કરોડ રુપિયા આઈટી સ્કેમ)માં નામ બહાર આવ્યું છે અને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) સમક્ષ તેને નિવેદન સુધ્ધા આપવાની નોબત આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવકવેરા વિભાગ (આઈટી)ના અધિકારીએ કથિત રીતે પોતાના વરિષ્ઠ અધિકારીઓના લોગઈન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને 264 કરોડ રુપિયાની હેરાફેરી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યા છે. આ કેસમાં ઈડીએ કહ્યું હતું કે મોટાભાગનું ગેરકાયદે નાણાકીય ભંડોળ ભૂષણ પાટીલના ખાતામાં મોકલવામાં આવ્યું છે અને તેનો મોટાભાગની રકમ પ્રોપર્ટી ખરીદવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રોપર્ટી ખરીદવામાં આવી તેમાં અભિનેત્રી કમ મોડલ કૃતિ વર્માનું નામ પણ બહાર આવ્યું છે. જોકે, કૃતિ વર્માએ આ આરોપોને ફગાવ્યા છે, જ્યારે પાટીલની સાથે સંબંધ બંધાયા પૂર્વે એક ડાન્સ પર્ફોમ કર્યું હતું. આ ડાન્સ શોના તેને એક કરોડ રુપિયા આપવામાં આવ્યા હતા. જોકે, જવાબદાર નાગરિક તરીકે સંબંધિત એજન્સીને બનતી તમામ મદદ કરીશ, એમ તેને જણાવ્યું હતું.
આ ગુના પછી 2020ના અંતમાં એક ડાન્સ શો દરમિયાન પાટીલને મળ્યા પછી તેની સાથે સંબંધમાં આવી હતી. જોકે, છેતરપિંડીના બનાવના છ મહિના પછી ભૂષણ પાટીલથી અલગ થઈ ગઈ હતી. આ બનાવ પછી ઈડીએ હંગામી ધોરણે તેની સંપત્તિને જપ્ત કરી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
નવેમ્બર, 2019થી નવેમ્બર 2020 સુધી અધિકારીએ 264 કરોડ રુપિયાના બનાવટી ટીડીએસ રિફંડને મંજૂરી આપી હતી. અધિકારીએ 2021માં આઈટી ઈન્સ્પેક્ટરના પદે પ્રમોશન આપવામાં આવ્યું હતું. સરકારી ખાતમાંથી છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરતી બેંકે આ અંગે ફરિયાદ કરી ત્યારે તેનો પર્દાફાશ થયો હતો. સીબીઆઈએ અધિકારી, પાટીલ અને ચાર અજાણી વ્યક્તિના નામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સીબીઆઈએ એફઆઈઆરમાં કૃતિ વર્માનું નામ નોંધ્યું હતું. ત્યારબાદ ઈડીએ એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગના કેસ નોંધ્યો હતો. હવે જાણી લઈએ કૃતિ વર્માને. કૃતિએ જી-મેટની પરીક્ષા પાસ કરીને જીએસટી અધિકારી બની હતી.
Money Laundering Case: હવે આ અભિનેત્રી EDના સકંજામાં આવી?
RELATED ARTICLES