Homeઆમચી મુંબઈચૂંટણી જિતવા માટે...-આદિત્ય ઠાકરેનો સરકાર પર આક્ષેપ

ચૂંટણી જિતવા માટે…-આદિત્ય ઠાકરેનો સરકાર પર આક્ષેપ

કસબા અને ચિંચવડની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા પૈસા વેચવામાં આવ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાઈ રહ્યો છે અને આ સંદર્ભનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. દરમિયાન ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીસ સરકાર પર આક્ષેપ કર્યો છે.
ચૂંટણી જિતવા માટે સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ પહેલાં પણ અમે લોકોએ ચૂંટણી પંચ સામે શંકા વ્યક્ત કરી હતી, એવું પણ આદિત્યએ વધુમાં જણાવ્યું હતું.
ચૂંટણી માટે મંત્રીમંડળની બેઠક પણ રદ કરી દેવામાં આવી હતી. આ પહેલાં રાજ્યનું વાતાવરણ ક્યારેય આટલું ડહોળાયેલું નહોતુ દેખાયું. સિસ્ટમનો ઉપયોગ હોય કે ચૂંટણી પંચનો ઉપયોગ, લોકશાહીનો નાશ કરીને આ સરકાર સત્તા પર આવી છે. લોકશાહી જો ટકાવી રાખવી હશે તો ફરી ચૂંટણી જાહેર કરવી જ પડશે.
ઔરંગાબાદના નામકરણના શ્રેયવાદ પરથી આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીલ સરકાર પર નિશાનો સાધ્યો હતો. ચંદ્ર પર રોકેટ મોકલવાનું શ્રેય પણ આ સરકાર લઈ શકે છે. નાસાનો જશ પણ આ સરકાર ખાટી શકે છે તો એમને આ વાતનો આનંદ લેવા દો. બાળાસાહેબ ઠાકરેનું આ સપનું હતું અને ઉદ્ધવ ઠાકરેએ આ સપનું પૂરું કર્યું છે એની જાણ આખી દુનિયાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular