નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીમાં 31મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની મધ્યરાત્રિએ એક્સિડન્ટ બાદ એક વાહન નીચે ફસાઈ ગયેલી યુવતીને 7-8 કિલોમીટર સુધી ઘસડીને લઈને જવાનો ભયાનક બનાવ બન્યો.
Clear #CCTVVideo of Delhi Kanjhawala Accident where girl dragged for 8 KM #DelhiPolice #delhicrime #Delhiaccident pic.twitter.com/nbty9VMyzm
— Sezal Chand Thakur (@imSCthakur) January 2, 2023
દરમિયાન આ ઘટનામાં યુવતીનું મૃત્યુ થયું અને તેના શરીર પરના તમામ કપડાં ફાટી ગયા. હવે આ ઘટનામાં યુવતીની માતાને હજી સુધી દીકરીનો મૃતદેહ જોવા નથી મળ્યો. સ્થાનિક પ્રસારમાધ્યમો સાથેની વાતચીત દરમિયાન માતાએ તેની અને દીકરી વચ્ચે થયેલી છેલ્લી વાતચીત વિશે જણાવતાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી. મારી દીકરી જ મારા માટે સર્વસ્વ હતી. ગઈકાલે તે કામ પર જવા સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી હતી અને રાતે 10 વાગ્યા સુધી પાછી આવી જશે એવું જણાવ્યું હતું. પરંતુ દીકરી તો નહીં પણ તેના અકસ્માતના સમાચાર જ મારા સુધી પહોંચ્યા હતા. મને હજી સુધી તેનો મૃતદેહ જોવા મળ્યો નથી. આ ઘટનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.