ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાના ટ્રસ્ટના નિર્ણયે જબરો રાજકીય રંગ પકડ્યો હતો અને હજારો શ્રદ્ધાળુઓ સહિત કોંગ્રેસ જ નહીં, પરંતુ ભાજપ પક્ષ સાથે જોડાયેલી અમુક પાંખો પણ વિરોધ પ્રદર્શનોમાં જોડાઈ હતી. બાર દવિસ બાદ ફરી મોહનથાળાનો પ્રસાદ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે પણ ઝૂકાવ્યું હતું. અહીં શિંગદાણાની ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામા આવ્યો હતો. આજથી અહીં મોહનથાળ અને ચિક્કી બન્ને પ્રસાદ તરીકે મળશે. આજથી મોહનથાળ ફરી મળવાનો ચાલુ થતાં ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રસાદ ફરી શરૂ કરવા સંમતિ આપતાં આજથી મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કરાશે. તો મોહનથાળ બનાવતી બહેનોની રોજગારી પુનઃ મળવાની આશા બંધાતાં મા અંબાના મંદિરે ધજા ચઢાવી હતી. અંત્રે ઉલ્લખનીય છે કે વર્ષોથી અહીં મોહનથાળનો પ્રસાદ મળતો હતો. આ પ્રસાદ બનાવવા ૩૦૦ જેટલી સ્થાનિક બહેનોને રોજગારી મળતી હતી. ટ્રસ્ટના નિર્ણયન લીધે તેમનું કામ છીનવાઈ ગયું હતું.
મંદિર ખાતે વર્ષે લગભગ રૂ. વીસે કરોડનો પ્રસાદ વેચાય છે. આ પ્રસાદ બંધ કરવા પાછળ લાગતવળતગતાઓને ચિક્કીના પ્રસાદ દ્વારા કરોડોનો ફાયદો કરાવવાનું કારણ હોવાનો આક્ષેપ થયો હતો. આ સાથે હિન્દુત્વના નામે મત મેળવતી ભાજપ સરકાર હિન્દુઓની આસ્થાઓને જ માન ન આપતી હોવાનો બળાપો પણ શ્રદ્ધાળુઓએ કાઢ્યો હતો.
જોકે હવે ઘીના ઠામમાં ઘી રેડાતા શ્રદ્ધાળુ ખુશ થયા છે.
જય અંબેઃ અંબાજીમાં આજથી ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ, મહિલાઓને રોજગારી ફરી મળી
RELATED ARTICLES