ટીમ ઈન્ડિયાને ઝટકો! શમીને થયો કોરોના, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સિરીઝમાંથી બહાર થઈ ચૂક્યો છે. આ સાથે તેની વર્લ્ડકપની ટીમમાં આવવાની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. નોંધનીય છે કે આ સિરીઝમાં જો શમી સારું પ્રદર્શન કરત તો તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવાની સંભાવના વધી ગઈ હોત.

જોકે સાઉથ આફ્રિકા સિરીઝથી તેની પાસે વાપસી કરવાની એક તક હશે. ગયા અઠવાડિયે જાહેર કરાયેલી વર્લ્ડ કપની ટીમમાં શમીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

કોવિડમાંથી સાજા થયા બાદ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં મોહમ્મદ શમીની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે, આ મામલે BCCI તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.