Homeદેશ વિદેશમોદી આજે મહારાષ્ટ્ર, ગોવામાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

મોદી આજે મહારાષ્ટ્ર, ગોવામાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

નાગપુર અને શિરડીને જોડતા ‘સમૃદ્ધિ મહામાર્ગ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે. તેઓ નાગપુરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે, નાગપુર મેટ્રોના તબક્કા-૧નું લોકાર્પણ કરશે અને ગોવામાં મોપા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
મહારાષ્ટ્રમાં મોદી રૂપિયાના ૭૫,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કે શિલાન્યાસ કરશે, એમ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. મોદી નાગપુર મેટ્રો ફેઝ-બેનો શિલાન્યાસ કરશે, નાગપુર અને શિરડીને જોડતા ‘સમૃદ્ધિ મહામાર્ગ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને શહેરમાં આવેલી એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. વિદર્ભ શહેરમાં એક જાહેરસમારંભમાં વડા પ્રધાન રૂ.૧૫૦૦ કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. ત્યાં તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વન હેલ્થ (એનઆઇઓ) અને નાગ નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટૅક્નોલોજી (સીઆઇપીઇટી) અને સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીનું ઉદ્ઘાટન પણ તેઓ કરશે. પછીથી ગોવામાં વડા પ્રધાન વિશ્ર્વ આયુર્વેદ કૉંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે અને ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કરશે.
પીએમઓએ જણાવ્યું હતું કે સમૃદ્ધિ મહામાર્ગ અથવા નાગપુર-મુંબઈ સુપર કમ્યુનિકેશન એક્સપ્રેસવે પ્રોજેક્ટ સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. આશરે રૂ.૫૫,૦૦૦ કરોડના ખર્ચે બનેલો ૭૦૧ કિલોમીટરનો એક્સપ્રેસવે ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવે પૈકીનો એક છે. તે મહારાષ્ટ્રના ૧૦ જિલ્લા અને અમરાવતી, ઔરંગાબાદ અને નાશિકના અગ્રણી શહેરી વિસ્તારોમાંથી પસાર થાય છે.
આ એક્સપ્રેસવે નજીકના ૧૪ અન્ય જિલ્લાઓની કનેક્ટિવિટી સુધારવામાં પણ મદદ કરશે. આમ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ ૨૪ જિલ્લાઓના વિકાસમાં મદદ કરશે. નાગપુર મેટ્રોનો તબક્કો-૧ રૂ.૮૬૫૦ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે જ્યારે તેના તબક્કા-૨નો ખર્ચ રૂ.૬૭૦૦ કરોડથી વધુ થશે. પીએમઓએ નોંધ્યું હતું કે મોદીએ જુલાઈ ૨૦૧૭માં નાગપુરમાં એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો અને તેને રૂ.૧૫૭૫ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી છે.
ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનો ખર્ચ આશરે રૂપિયા૨૮૭૦ કરોડ છે અને ઍરપોર્ટનો પહેલો તબક્કો વાર્ષિક આશરે ૪૪ લાખ મુસાફરોની ક્ષમતા ધરાવશે જેને ૩.૩ કરોડની ક્ષમતા સુધી વિસ્તારી શકાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોવામાં મોપા ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે ૨૦૧૪માં સત્તા સંભાળી ત્યારથી દેશમાં કાર્યરત ઍરપોર્ટની સંખ્યા લગભગ ૭૪થી વધીને ૧૪૦ થઈ ગઈ છે.
સરકાર આગામી પાંચ વર્ષમાં ૨૨૦ ઍરપોર્ટનો વિકાસ અને સંચાલન કરવાની યોજના ધરાવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મોદીએ કનેક્ટિવિટી વધારવા પર ખાસ ભાર મૂક્યો છે અને વિવિધ ઍરપોર્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને અગાઉથી જ આ પહેલનું નેતૃત્વ કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે ગત વર્ષના ઑક્ટોબરથી આ નવેમ્બર સુધીમાં અરુણાચલ પ્રદેશમાં અંગ્રીનફિલ્ડ ડોની પોલો ઍરપોર્ટ, દેવઘર ઍરપોર્ટ, ઉત્તર પ્રદેશમાં નોએડા ઇન્ટરનેશનલ ઍરપોટર્ર્નો શિલાન્યાસ કર્યો હતો અને કુશીનગરમાં કુશીનગર ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોપા ઇન્ટરનેશનલ ઍરપોર્ટનોે શિલાન્યાસ પણ વડા પ્રધાન દ્વારા નવેમ્બર ૨૦૧૬માં કરવામાં આવ્યો હતો. આ ગોવામાં બીજું ઍરપોર્ટ હશે, પ્રથમ ડબોલિમ ખાતે સ્થિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડાબોલિમ ઍરપોર્ટની વર્તમાન પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક ૮૫ લાખ મુસાફરોની છે. મોપા ઍરપોર્ટ કાર્યરત થતાં, કુલ પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક આશરે ૧.૩ કરોડ મુસાફરોની થશે.
જ્યારે ડાબોલિમ ઍરપોર્ટ ૧૫ સ્થાનિક અને છ આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે સીધું જોડાણ પ્રદાન કરે છે, તે હવે નવા ઍરપોર્ટ સાથે વધીને ૩૫ સ્થાનિક અને ૧૮ આંતરરાષ્ટ્રીય સ્થાનો પર પહોંચી જશે.
મોપા ઍરપોટર્ર્ પર પચીસ હજાર મે. ટ.ની હેન્ડલિંગની ક્ષમતા સાથે કાર્ગો ટર્મિનલ અને રાત્રિ પાર્કિંગની સુવિધા માટેની જોગવાઈ છે જે ડાબોલિમ ઍરપોર્ટ પર ઉપલબ્ધ ન હતી. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular