Homeટોપ ન્યૂઝPM Modiએ ઈઝરાયલના PM સાથે કરી વાતઃ ભારત આવવાનું નિમંત્રણ

PM Modiએ ઈઝરાયલના PM સાથે કરી વાતઃ ભારત આવવાનું નિમંત્રણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાથે બુધવારે ટેલિફોન પર વાતચીત કરી હતી. વડા પ્રધાન મોદીએ તેમને ભારત આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું. ટૂંક સમયમાં ભારતની મુલાકાતે નેતાન્યાહુ આવી શકે છે. ઈઝરાયલના વડા પ્રધાન તરીકે છઠ્ઠી વખત ચૂંટાઈ આવવાને કારણે વડા પ્રધાન મોદીએ તેમને શુભેચ્છા આપી હતી અને તેની સાથે સફળ કાર્યકાળની પણ શુભકામનાઓ આપી હતી.
એના અંગે વડા પ્રધાને ટિવટ કરતા લખ્યું હતું કે આપણા સારા મિત્રદેશ ઈઝરાયલના વડા પ્રધાન સાથે વાત કરીને સારું લાગ્યું. ચૂંટણીમાં તેમના પ્રભાવશાળી વિજય અને રેકોર્ડ બ્રેક-છઠ્ઠી વખત વડા પ્રધાન બનવા માટે તેમને શુભેચ્છા આપી હતી. એ વાતનો આનંદ છે કે આપણી પાસે ભારત-ઈઝરાયલ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને સાથે મળીને આગળ લઈ જવાની બીજી તક મળશે.


વડા પ્રધાન નેતાન્યાહુએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કોરોનાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન માટે વડા પ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઈઝરાયલના વડા પ્રધાને કહ્યું હતું કે ઈઝરાયલમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન મોકલવા માટે આભાર. ઈઝરાયલના તમામ નાગરિક તમારો આભાર માને છે અને એના જવાબમાં વડા પ્રધાન મોદીએ પણ બધાએ સાથે મળીને મહામારી સામે લડીશું. મિત્ર દોસ્તને મદદ કરવા માટે શક્ય એટલી કોશિશ કરવામાં આવશે. ઈઝરાયલના લોકોની સુરક્ષા અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular