Homeઆમચી મુંબઈ"મોદી મારા પ્રિય વડાપ્રધાન", જાણો આવું કોણ બોલ્યું...

“મોદી મારા પ્રિય વડાપ્રધાન”, જાણો આવું કોણ બોલ્યું…

વિપક્ષો માટે આ દિવસોમાં કેન્દ્ર સરકારના વખાણ કરવા ખરેખર દુર્લભ માનવામાં આવે છે, પરંતુ NCP પ્રમુખ શરદ પવારની પુત્રી સાંસદ સુપ્રિયા સુળેએ આજે ​​પિંપરીમાં મરાઠી પ્રેસ કોન્ફરન્સના 43મા સત્રમાં કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. સાંસદ સુપ્રિયા સુળેએ કેન્દ્ર સરકારના કામની પ્રશંસા કરતા એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા પ્રિય વડાપ્રધાન છે. તેમણે એવું નિવેદન પણ આપ્યું હતું કે અમે રાજકારણમાં મરાઠી સંસ્કૃતિને સાચવવા માંગીએ છીએ. જોકે, સુપ્રિયા સુળેએ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
“હું કેન્દ્ર સરકાર વિરુદ્ધ કંઇ બોલતી નથી. તેઓ કેટલાક સારા કાર્યો પણ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી મારા પ્રિય વડાપ્રધાન છે,” એમ સુપ્રિયા સુળેએ કહ્યું હતું. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પણ પ્રશંસા કરી હતી. “મને ભારત જોડો યાત્રા ગમે છે. આપણે એક મનના છીએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક સારો પ્રયોગ કરી રહ્યા છે. ભારત જોડો એક અલગ પ્રયાસ છે”, એમ સુપ્રિયાએ કહ્યું હતું.
આ દરમિયાન સુપ્રિયા સુળેએ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. “જો તમે અમારા છત્રપતિ વિરુદ્ધ બોલશો તો અમે સહન નહીં કરીએ. ભૂલ એકવાર થઈ શકે છે. પરંતુ વારંવાર આવી ભૂલ કરવી એ તેમની ચોઇસ (પસંદગી) છે,” એમ સુપ્રિયા સુળેએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular