નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અવારનવાર પ્રોટોકોલ્સ અને પોતાના હોદ્દાને ભૂલીને લોકો વચ્ચે એવા હળીભળી જાય છે કે તેમની સાલસતા પર દેશનો દરેક નાગરિક ઓળઘોળ થઈ જાય છે. શુક્રવારે પણ કંઈક આવું જ થયું અને આ વખતે વડાપ્રધાન મોદીજી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પૌત્ર સાથે રમવામાં એકદમ ઓતપ્રોત થઈ ગયા.
વિધાનસભ્ય અને એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેએ આ વિશે એક ઈમોશનલ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે જીવનનો ખરો આનંદ ઉઠાવવો હોય તો ભૂલકાંઓમાં ભળી જવું, તેમની ભાવનાઓ સાથે જોડાવવાનો પ્રયાસ કરવો… આવું હંમેશા જ મોદીજી કહે છે. જ્યારે જ્યારે તેમને બાળકો સાથે સમય પસાર કરવાની તક મળે છે ત્યારે તે પોતાની જાતને પણ ભૂલી જાય છે. આજે અમે સપરિવાર મોદીજીને મળ્યા અને તેમણે મારા દીકરા રુદ્રાંશ સાથે ખૂબ જ પ્રેમથી વાત-ચીત કરી. આશિર્વાદ આપ્યા અને તેમણે આપેલા ખાઉ (ખાવાની વસ્તુ)નો રુદ્રાંશે પણ હસતાં હસતાં સ્વીકાર કર્યો.
દરમિયાન મુખ્યપ્રધાન એકનાથ શિંદેનો પૌત્ર રુદ્રાંશ છેલ્લાં કેટલાક મહિનાથી ખાસ્સો એવો લાઈમલાઈટમાં છે. શપથવિ સહિતના મહત્ત્વના કાર્યક્રમોમાં પણ એકનાથ શિંદે તેને તેડીને ઊભેલા જોવા મળ્યા હતા અને આજે રુદ્રાંશ મુખ્યપ્રધાન દાદાની કેડમાંથી છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી ગયો.