મોદી સરકારની આ યોજનાઓના માધ્યમથી તમારા ઘરના નોકરોની કરી શકો છો મદદ, આ રહી Details

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

ઘણા લોકોના ઘરમાં ઘરના કામ અને રસોઈ માટે નોકર, કૂક અને ડ્રાઈવરો રાખેલા હોય છે, જે આપણા ઘરના મોટા ભાગના કામના ભારને હળવો કરે છે. આવા લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં થોડી સુધરી છે તેમ છતાં ગરીબીમાં જીવવા મજબૂર છે. આવા લોકોને સરકારી યોજનાની જાણકારી આપીને આર્થિક રીતે સશક્ત બનાવવા તમે મદદરૂપ સાબિત થઈ શકો છે.

જનધન બેંક અકાઉન્ટઃ

પ્રધાનમંત્રી જનધન યોજના ( Pradhan Mantri Jan Dhan Yojana) અંતર્ગત તમારા ઘરમાં કામ કરી રહેલા નોકરને ખાતુ ખોલલાવામાં મદદ કરી શકો છે. જનધન ખાતામાં કોઈ મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. આ સાથે અકાઉન્ટ હોલ્ડરને Rupay Debit Card અને તેની સાથે બે લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ વીમો પણ મળે છે. આ ઉપરાંત 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ ફેસિલીટી પણ મળે છે.

 

હેલ્થ ઈન્શ્યોરન્સઃ આયુષમાન ભારત યોજનામાં નોંધણી કરાવવામાં આવે તો વર્ષના 30 રૂપિયાના પ્રિમિયમ પર પૂરા પરિવારને પાંચ લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. આ સ્કીમ ગરીબી રેખાથી નીચેના લોકો માટે બનાવવામાં આવી છે. કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે, જે તમારા ઘરમાં કામ કરતાં નોકરો માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

અટલ પેન્શન યોજનાઃ

ડોમેસ્ટિક વર્કર્સ માટે મોદી સરકાર પેન્શન યોજના લઈને આવી છે. અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષ બાદ પેન્શન મળે છે. 18થી 40 વર્ષના લોકો આ યોજના સાથે જોડાઈ શકે છે. 60 વર્ષ બાદ ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ 5,000 રૂપિયા પેન્શન મળશે. જો સબ્સ્કાઈબરનું મોત થઈ જાય તો તે રકમ તેના પતિ કે પત્નીમે મળશે. બંનેનું મોત થાય તો તેમના બાળકોને મળશે.

જીવન જ્યોતિ વીમાઃ

જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 18થી 50 વર્ષના લોકોને બે લાખનું જીવન વીમા કવર મળે છે અને આ માટે વર્ષમાં એક વાર 436 રુપિયાનું પ્રિમિયમ ચુકવવું પડે છે. આ યોજના પણ તમારા ઘરના નોકરો માટે સારી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.