આ છે મોદી દરબારના “નવરત્ન”: આજનું બજેટ તૈયાર કરવામાં છે મહત્વની ભૂમિકા

121

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 2024ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહી છે. હવે બજેટ ભાષણ થોડો સમય જ બાકી  છે. આજે રજૂ થનાર આ બજેટ તૈયાર કરવા માટે અમુક ચુનિંદા લોકો મહિનાઓથી દિવસ રાત એક કરી રહ્યા છે. આવો જાણીએ કોણ છે મોદી સરકારના આ નવરત્ન-

નિર્મલા સીતારમન
આ નવરત્નમાંથી સૌથી મહત્ત્વના અને પહેલા નંબર પર આવે છે આપણા નાણાં પ્રધાન નિર્મલા સીતારમન. તેઓ સતત પાંચમી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં તે સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. નાણામંત્રીએ દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
પિયુષ ગોયલ
બીજા સ્થાને આવે છે પિયુષ ગોયલ. વાણિજ્ય પ્રધાન તરીકે, બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એ પાસે ભૂતકાળમાં ટૂંક સમય માટે તો ટૂંક સમય માટે પણ નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી એટલે એનો અનુભવ પણ છે અને આ જ અનુભવનો ઉપયોગ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને બજેટ તૈયાર કરવામાં કર્યો છે. આમ, બજેટ તૈયારી પ્રક્રિયા દરમિયાન તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે.
ટીવી સોમનાથન
નાણામંત્રી નિર્મલા સીતારમન બાદ નાણાં સચિવ ટીવી સોમનાથન બજેટની તૈયારીમાં બીજો મોટો અને મહત્ત્વનો ચહેરો બનીને સામે આવી રહ્યો છે. સોમનાથન તામિલનાડુ કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી છે. તેમના નેતૃત્વમાં, દેશનો મૂડી ખર્ચ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે.
અજય શેઠ
નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય શેઠ બજેટની તૈયારીમાં મુખ્ય ફાળો રહ્યો છે. તેમણે બજેટ ઇનપુટ્સ અને વિવિધ નાણાકીય નિવેદનો તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.
તુહીન કાંત પાંડે
તુહીન કાંત પાંડે નાણા મંત્રાલય હેઠળના ડિસઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સચિવ છે અને વર્તમાન સમયમાં ડિસઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે એલઆઈસી આઈપીઓ લાવવા અને એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સંજય મલ્હોત્રા
મહેસુલ સચિવ સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના આઈએએસ અધિકારી છે. બજેટમાં કરવામાં આવેલી ઘોષણાઓ સરકારની નીતિ અને આકાંક્ષાઓ સાથે સુસંગત છે તેની ખાતરી કરવાની જવાબદારી તેમની રહેશે.
વિવેક જોશી
19મી ઓકટોબર, 2022થી વિવેક જોશીની નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ પસંદગી કરવામાં આવી હતી. તેઓ પણ બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. આ જવાબદારી સાંભળતા પહેલાં તેઓ હોમ ડિપાર્ટમેન્ટ હેઠળ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ ડિરેક્ટર હતા.
વી અનંત નાગેશ્વરન
વી અનંત નાગેશ્વર વર્ષ 2022 માટે બજેટના પ્રથમ મુખ્ય આર્થિક અધિકારી તરીકે ચૂંટાયા હતા. આ વખતે જ્યારે બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે નાગેશ્વરન પણ સમગ્ર પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમણે વર્ષ 2022-23 માટે આર્થિક સર્વેક્ષણનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી પણ સંભાળી હતી. જે મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવી હતી.
શક્તિકાંત દાસ
વર્ષ 1980 બેચના તમિલનાડુ કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી શક્તિકાંત દાસ 12 ડિસેમ્બર, 2018થી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરનું પદ સંભાળી રહ્યા છે. દેશમાં ફુગાવાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો હોય કે સરકારની આર્થિક નીતિઓનો બચાવ કરવો હોય, તેમણે હંમેશા તેમની ભૂમિકાને ન્યાય આપ્યો છે. આવી સ્થિતિમાં, આવતા નાણાકીય વર્ષ માટે બજેટ તૈયાર કરવામાં તેમની ભૂમિકા નિર્વિવાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!