Homeઆમચી મુંબઈમોદી બન્યા મહારાષ્ટ્રમય: આપી રૂ. 40 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ

મોદી બન્યા મહારાષ્ટ્રમય: આપી રૂ. 40 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ

આઝાદી પછી પહેલી વાર, ભારત મોટું સ્વપ્ન જોવાની હિંમત કરી રહ્યું છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે આવ્યા છે. અહીં તેમણે રૂ. 40 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ મુંબઇગરાઓને ભેટ આપી છે. તેમણે બે નવી મુંબઈ મેટ્રો લાઈનો અને રોડ કોન્ક્રીટાઈઝેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને PM સ્વાનિધિ યોજના, સીએસટી સ્ટેશનના આધુનિકીકરણ સહિત વિવિધ ઇન્ફ્રા. પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠીમાં ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે સકારાત્મક વાતાવરણ છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું કામ ચાલી રહ્યું છે. જ્યારે વિશ્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ભારત સબસિડી આપી રહ્યું છે. “ડબલ એન્જિન સરકાર ગરીબમાં ગરીબ લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેથી, રેલ્વે સ્ટેશનોને પણ એરપોર્ટની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યા છે.
મુંબઈ શહેરને બહેતર બનાવવામાં બાળાસાહેબ ઠાકરેની ભૂમિકાને તેમણે યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આશીર્વાદથી આજના ભારતમાં ડબલ એન્જિનવાળી સરકારમાં સ્વરાજ્યની ભાવના પ્રબળ રીતે પ્રગટ થાય છે. ભારત હવે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. આજે દેશમાં ઘર, શૌચાલય, વીજળી, રાંધણગેસ, મફત આરોગ્ય, મેડિકલ કોલેજ, આઈઆઈટી જેવી અનેક સુવિધાઓ ઝડપથી વિકસિત થઈ રહી છે. બીજી તરફ આધુનિક કનેક્ટિવિટી પર પણ ધ્યાન આપવામાં આવે છે.
મુંબઈને ભવિષ્ય માટે તૈયાર કરવું એ ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા છે. મુંબઈ મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2014માં મુંબઈમાં માત્ર 14 કિમી મેટ્રો હતી, પણ આજે ડબલ એન્જિનની સરકાર 300 કિલોમીટરના મેટ્રો નેટવર્ક માટે ઝડપથી કામ કરી રહી છે. દેશભરમાં રેલવેને આધુનિક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈ લોકલ અને મહારાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીનો ફાયદો થઈ રહ્યો છે. ડબલ એન્જિન સરકાર સામાન્ય નાગરિકને આધુનિક સુવિધાઓ, ઝડપી ગતિનો અનુભવ પ્રદાન કરવાનું આયોજન કરી રહી છે, જે એક સમયે સામાન્ય લોકોને જ ઉપલબ્ધ હતી. એટલે હવે રેલવે સ્ટેશનને એરપોર્ટ જેવો લુક આપવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે શિંદે-ફડણવીસની જોડી મુંબઈમાં લોકોના સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે. “મુંબઈના લોકોની દરેક સમસ્યાને સમજીને હું કહું છું કે – NDA કે BJP સરકાર ક્યારેય રાજકારણને વિકાસના માર્ગમાં આવવા દેશે નહીં”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular