મુંબઈ: યુટ્યૂબ અને સિરિયલોમાં કામ કરનારી મોડેલને અભદ્ર ભાષામાં મેસેજ કરીને તેની કથિત બદનામી કરનારા આરોપીની ડી. એન. નગર પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ મિનારુલ શેખ તરીકે થઈ હતી. અંધેરીમાં રહેતી અને બંગાળી-હિન્દી સિરિયલોમાં કામ કરતી મોડેલની ઓળખાણ થોડા મહિના અગાઉ એક ઍપના માધ્યમથી શેખ સાથે થઈ હતી. બન્ને ઍપ પર ચૅટિંગ સુધ્ધાં કરતાં હતાં. જોકે તાજેતરમાં શેખે ચૅટિંગ દરમિયાન મોડેલને ગાળો ભાંડી હતી. મોડેલે શેખનો નંબર બ્લૉક કરતાં તેણે સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ ખોલ્યું હતું. આ એકાઉન્ટ પરથી તે મોડેલનો સંપર્ક સાધવા લાગ્યો હતો. એ સિવાય એક વીડિયો મોડેલનાં સગાંસંબંધીઓને મોકલ્યો હતો. કંટાળેલી મોડેલે આખરે ડી. એન. નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.