કોલાબા-બાંદ્રા-સીપ્ઝ રૂટનો આરેથી બીકેસીનો માર્ગ ખુલ્લો મુકાશે
મુંબઈ: કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો-૩ કોરિડોરની આરે-બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) લાઈનનો પ્રથમ તબક્કો શરૂ કરશે, એવું એમએમઆરસીએલે શુક્રવારે જણાવ્યું હતું. એમએમઆરસીએલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશની શ્રી સિટીમાં અલ્ટોમ પ્લાન્ટમાં ઉત્પાદિત મેટ્રો ટ્રેનના તમામ આઠ કોચ ગુરુવારે મળશે અને તેનું સરીપુત નગર અને શહર વચ્ચેના પાંચ કિમીના પટ્ટા પર પરીક્ષણ કરવામાં આવશે.
એમએમઆરસીએલનાં મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે અમે આરેથી બીકેસી સુધીનો મેટ્રો લાઈન-૩નો પ્રથમ તબક્કો ૨૦૨૩માં શરૂ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ ટ્રેન પહેલાંથી જ તમામ ગતિશીલ અને સ્થિર પરીક્ષણોમાંથી ૧૫૦૦ કિ.મી.થી વધુ ટ્રાયલ રન સફળતાપૂર્વક પસાર કરી ચૂકી છે, એવું ભીડેએ જણાવ્યું હતું. એમએમઆરસીએલે ૩૦મી નવેમ્બરના રોજ સમગ્ર ૫૪.૫ કિ.મી. અપ અને ડાઉન લાઈનનું ટનલિંગનું કામ પૂરું કર્યું હતું.
એમએમઆરસીએલના ડિરેક્ટર એસ.કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે અમને ૩૩.૫ કિ.મી. લાંબા કોરિડોર માટે ૧૦૦ ટકા ટનલિંગ પૂરું કરવા માટે ૧૭ ટનલ બોરિંગ મશીન અને ૧૭૦૦ કામદારોની જરૂર હતી.
આ વિશાળ કાર્ય માટે કુલ ૨,૮૬,૦૦૦ ક્યુબિક મીટર કોંક્રીટ અને ૨૯,૫૦૦ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ટ્રેક નાખવાનું ૫૦ ટકા કામ પૂરું થઇ ગયું છે, એવું યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ઓછામાં ઓછા ૧૦૫ એસ્કેલેટર્સ, ૧૯ લિફ્ટ્સ, ૧૦ પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ૧૨ પેસેન્જર ઈન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ વિવિધ સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવી છે અને બાકીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, એવું જણાવવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)
મેટ્રો-૩નો પહેલો તબક્કો એમએમઆરસીએલ ૨૦૨૩માં શરૂ કરશે
RELATED ARTICLES