ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે થયેલી અથડામણના મામલામાં વિધાન સભ્ય સદા સરવણકરની મુશ્કેલી વધવાના એંધાણ છે. દાદર પોલીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થકો સામે આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસના સંદર્ભમાં શિંદેના વફાદાર અને ધારાસભ્ય સદા સરવણકરની પિસ્તોલ જપ્ત કરી છે અને તેને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે. શનિવારે ‘ગણપતિ વિસર્જન’ શોભાયાત્રા દરમિયાન પાણી પીરસવા બાબતે થયેલી તકરારને પગલે રવિવારે વહેલી સવારે શિંદેના શિવસેના સમર્થકો ઉદ્ધવ ઠાકરે કેમ્પ સાથે અથડામણ કરી હતી.

પોલીસને શંકા છે કે ‘કોઈએ’ દાદર પોલીસ સ્ટેશનની બહાર સરવણકરની બંદૂકમાંથી એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જ્યારે ઉદ્ધવની છાવણીના સમર્થકો શિંદે જૂથના સમર્થકો સાથે અથડામણ કરી હતી.

ગણપતિ વિસર્જના બીજા દિવસે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે વિવાદ થયા બાદ સરવણકરે ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે અને આ મામલાની તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. પોલીસને ઘટના સ્થળે એક ગોળી મળી આવી છે જે સરવણકરની પિસ્તોલમાંથી જ ચાલી હોવાનું માનવામાં આવે છે. અગાઉ સદા સરવણકરે ફાયરિંગ કર્યો હોવાના આરોપને ખોટો ગણાવ્યો હતો તેથી આ ગોળીની તપાસ મહત્વની બની જાય છે. પોલીસ ઘટના સ્થાનની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી રહી છે. જોકે, સરવણકરે ગોળીબાર કર્યો હોવાના કોઈ ફૂટેજ હજી સુધી પોલીસને મળ્યા નથી. ફૂટેજમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે ગણપતિ વિસર્જન દરમિયાન પ્રભાદેવી પાસે શિંદે જૂથ અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ પાણીનો સ્ટોલ ઉભો કર્યો હતો. વિસર્જનની રાતે એકબીજા બદલ નિવેદન કરવાના કારણે વિવાદ થયો હતો.

Google search engine