Presidential Election 2022: અકાલી દળના વિધાનસભ્યે ચૂંટણીનો કર્યો બહિષ્કાર, આ છે કારણ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અકાલી દળના વિધાનસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ રાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી તેમણે ફેસબુક પર વીડિયોના માધ્યમથી શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ ઉમેદવારને વોટ નહીં આપી શકું કારણ કે 1984માં સિખ નરસંહાર અને સિખોના અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે મને પંજાબના મુદ્દાઓને ઉકેલવા માટે કોંગ્રેસ પર ભરોસો નથી.
દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજૂ, કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સૂરજેવાલા, જયા બચ્ચન, ગૌતમ ગંભીર, ગજેન્દ્ર સિંહ શેખાવત, ફારુખ અબ્દુલ્લા, પી. ચિદંબરમ, રાઘવ ચઢ્ઢા અને હરભજન સિંહે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે ભાજપના સાત વિધાનસભ્ય અને બે સાંસદ યશવંત સિન્હાને ક્રોસ વોટ કરી શકે છે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, દ્રૌપદી મૂર્મૂની ઐતિહાસિક જીત થશે. તમામ પ્રતિનિધીઓએ એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય કર્યો છે

1 thought on “Presidential Election 2022: અકાલી દળના વિધાનસભ્યે ચૂંટણીનો કર્યો બહિષ્કાર, આ છે કારણ

  1. Manpreet Singh’s outrage is valid. When Congress owned up to the Sikh massacre post Indira’s assassination, it was PM Manmohan Singh, a Sikh himself who was made to address contrition instead of the Congress president Sonia Gandhi. Manpreet’s feeling are valid. However, he should have voted for NDA candidate instead of boycotting the election. BJP brought some of the culprits of the massacre to justice.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.