અગરતલાઃ ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીમાં જીતીને ફરી ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં સત્તામાં આવ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટીના ગઢમાં સતત બીજી વખત ભાજપે સરકાર બનાવીની મોટી સફળતા હાથ ધરી છે, પરંતુ તાજેતરમાં ભાજપના એક નેતાએ વિધાનસભાના ચાલુ સત્રમાં પોર્ન જોતા ઝડપાઈ ગયા હતા, તેનાથી ભાજપને નીચાજોણું થયું છે.
ગુરુવારે વિધાનસભાના સત્ર દરમિયાન ભાજપના વિધાનસભ્ય જાદબ લાલ નાથ મોબાઈલમાં પોર્ન જોતા ઝડપાયા હતા. આ વિધાનસભ્ય બાગબાસા મતવિસ્તારના છે. વાઈરલ વીડિયોમાં તેઓ મોબાઈલ ફોનમાં પોર્ન જોતા જોવા મળ્યા હતા અને એ વીડિયોમાં કેદ થઈ ગયું હતું. ભાજપના જાદબ લાલ નાથ પર વિધાનસભાની કામગીરી દરમિયાન પોર્ન જોતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેમની જોરદાર ટીકા કરવામાં આવી હતી.
આ મુદ્દે ત્રિપુરાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે પક્ષવતીથી તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબત અંગે તેમની પાસેથી સ્પષ્ટતા માગતી નોટિસ મોકલવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી વિપક્ષોએ વિધાનસભ્યની ઝાટકણી કાઢી હતી. અહીં એ જણાવવાનું કે ત્રિપુરા વિધાનસભામાં જાદબ લાલ નાથે સીપીએમના મજબૂત ગઢ બાબબાસા વિધાનસભાના મતવિસ્તારમાં ભાજપને ભવ્ય વિજય અપાવ્યો હતો. 2018ની ચૂંટણીમાં ભાજપ જીતી શક્યું નહોતું, 2018ની ચૂંટણીમાં સીપીએમના વિજિતા નાથે ભાજપના પ્રદીપ કુમાર નાથને 270 વોટથી હરાવ્યા હતા. 2023માં ચૂંટણીમાં ભાજપના જાદબ લાલ નાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. અગાઉ 2016માં કર્ણાટકમાં તનવીર સૈત નામના વિધાનસભ્ય પણ ફોન પર પોર્ન જોતા પકડાયા હતા. ગયા અઠવાડિયા દરમિયાન બિહારના પટના રેલવે સ્ટેશન પર (એડર્વરટાઈઝમેન્ટની ટીવી સ્ક્રીન) પોર્ન વીડિયો જોવા મળ્યો હતો.
So, BJP MLAs keep the legacy of watching porn during the Assembly sessions!
Now, BJP MLA from Bagbassa, north tripura Jadab Lal Nath was caught watching porn during the Tripura Assembly session.
Shame!#ModiHaiTohMumkinHai#SanskariRSS #BJPFailsIndia pic.twitter.com/iVyoF6fNj5— Mayukh Biswas (@MayukhDuke) March 30, 2023