ધાતુમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં બ્રાસ, કોપર વાયરબાર અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. બેથી પાંચનો સુધારો આવ્યો હતો. જોકે, આજે નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨નો અને કોપર સ્ક્રેપ હેવી તથા ઝિન્ક સ્લેબમાં નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨ અને રૂ. ૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૪૫૫, બ્રાસ શીટ કટિંગ્સ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને અનુક્રમે રૂ. ૪૮૫ અને રૂ. ૬૪૪ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.