Ind Vs Aus T20 Series: ઓસ્ટ્રેલિયાને ઝટકો, ત્રણ ખેલાડી ટીમમાંથી બહાર, શું ભારતને થશે ફાયદો?

દેશ વિદેશ સ્પોર્ટસ

T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ રમાશે. 20 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચેલ સ્ટાર્ક, મિચેલ માર્શ અને માર્ક્સ સ્ટોઈનસને ઈજા થઈ હોવાથી તેમને આ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો હોવાથી ઓસ્ટ્રેલિયા કોઈ રિસ્ક લેવા તૈયાર ન હોવાથી આ ત્રણેય ખેલાડીને આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ ત્રણ ખેલાડીની જગ્યાએ ટીમમાં નૈથન એલિસ, ડૈનિયલ સેમ્સ અને ળોન એબોર્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીમમાં થયેલા આ ફેરફારને કારણે ભારતીય ટીમના જીતવાના ચાન્સ વધી ગયા હોવાનો મત નિષ્ણાતો આપી રહ્યા છે.
ભારત સાથે T20 સિરીઝ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયા ઈંગલેન્ડ અને વેસ્ટિન્ડિઝ સામે પણ રમશે. તે બાદ T20 વર્લ્ડકપ શરૂ થશે, જે ઓસ્ટ્રેલિયામાં જ યોજાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.